IPL

‘રન મશીન’ કોહલીનો મહાવિસ્ફોટ

Virat Kohliએ IPL 2026માં ફરી એકવાર પોતાની ક્લાસ સાબિત કરી છે. બુધવારે રાયપુરના Shaheed Veer Narayan Singh International Stadiumમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું, પરંતુ આખી મેચમાં ચર્ચાનો વિષય માત્ર વિરાટ કોહલી જ રહ્યા. કોહલીએ અણનમ 105 રનની શાનદાર ઇનિંગ રમી અનેક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા.

આ ઇનિંગ દરમિયાન કોહલી T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 14,000 રન પૂર્ણ કરનાર બેટ્સમેન બન્યા. તેણે માત્ર 409 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી અને Chris Gayleનો 423 ઇનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો. તે T20 ક્રિકેટમાં 14 હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો.

આ સાથે કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ 279 મેચ રમનાર ખેલાડી બની ગયો. તેણે MS Dhoni અને Rohit Sharmaના 278 મેચના રેકોર્ડને પાછળ છોડ્યો. કોહલીની આ IPLમાં નવમી સદી હતી, જે લીગના ઇતિહાસમાં સૌથી વધુ છે. તેણે Jos Buttlerના 7 સદીના આંકડાને ઘણો પાછળ છોડી દીધો.

કોહલી હવે T20 ક્રિકેટમાં કુલ 10 સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે David Warnerની બરાબરી કરી, જ્યારે બાબર આઝમના નામે 13 અને ગેઇલના નામે 22 T20 સદી છે.

આ ઇનિંગ સાથે કોહલીએ IPLમાં 12મી વખત એક સીઝનમાં 400થી વધુ રન પૂર્ણ કર્યા, જે પોતે જ એક મોટો રેકોર્ડ છે. મેચ બાદ તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ મળ્યો, જે IPLમાં તેનો 21મો એવોર્ડ રહ્યો. આ મામલે તેણે રોહિત શર્માની બરાબરી કરી.

ફરી એકવાર સાબિત થયું કે દબાણની પળોમાં ‘કિંગ કોહલી’ જેટલો મોટો ખેલાડી આજના ક્રિકેટમાં કદાચ કોઈ નથી.

Exit mobile version