IPL 2026માં MS Dhoni માટે આ સીઝન સંપૂર્ણપણે નિરાશાજનક રહી. સીઝન શરૂ થવાના થોડા સમય પહેલાં જ તેને કાફ મસલમાં ઇન્જરી થઈ હતી, જેના કારણે તે આખી સીઝનમાં Chennai Super Kings માટે એકપણ મેચ રમી શક્યા નહોતા. જોકે, ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી CSK અને Sunrisers Hyderabad વચ્ચેની મેચ દરમિયાન ધોની સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.
આ દરમિયાન તેની મુલાકાત પૂર્વ ભારતીય ક્રિકેટર Suresh Raina સાથે થઈ હતી, જે હવે ભારે ચર્ચાનો વિષય બની છે. રૈનાએ બાદમાં સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે તેણે ધોનીને કહ્યું હતું કે IPL 2026ની સીઝન “મિસ કોલ” જેવી રહી અને તેને ગણતરીમાં લેવી જોઈએ નહીં. રૈનાએ ધોનીને આગામી સીઝનમાં વાપસી કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
રૈનાના જણાવ્યા અનુસાર ધોનીએ જવાબમાં કહ્યું કે, “ના યાર, હવે બોડી પહેલાની જેવી નથી રહી.” જોકે, જ્યારે રૈનાએ ફરી આગ્રહ કર્યો કે કરોડો ફેન્સ તેમને ફરી મેદાનમાં જોવા માંગે છે, ત્યારે ધોનીએ સ્મિત સાથે કહ્યું, “ચાલો જોઈએ.” ધોનીના આ જવાબ બાદ હવે ફેન્સમાં આશા જાગી છે કે તેઓ IPL 2027માં ફરી મેદાન પર જોવા મળી શકે છે.
44 વર્ષીય ધોની માટે 2023 બાદ દરેક IPL સીઝનને તેની છેલ્લી સીઝન માનવામાં આવી રહી હતી, પરંતુ દર વખતે તેણે આગામી સીઝન રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હવે જોવાનું રહેશે કે 45 વર્ષની ઉંમરે ધોની પોતાને ફિટ રાખીને IPL 2027માં ફરી CSKની જર્સીમાં દેખાશે કે નહીં.
ધોનીએ પોતાની કપ્તાની હેઠળ CSKને પાંચ વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે અને IPL ઇતિહાસમાં અત્યાર સુધી 278 મેચમાં 5439 રન નોંધાવ્યા છે.

