ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન Sourav Gangulyએ યુવા બેટ્સમેન Vaibhav Suryavanshiને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગાંગુલીનું માનવું છે કે વૈભવ પાસે અદભૂત પ્રતિભા છે અને તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય બની શકે છે, પરંતુ હાલ તેને ટેસ્ટ ક્રિકેટમાં ઉતારવાની કોઈ જરૂર નથી.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન ગાંગુલી કહ્યું કે વૈભવ હાલમાં T20 અને વ્હાઇટ-બોલ ક્રિકેટમાં પોતાની આક્રમક બેટિંગથી પ્રભાવિત કરી રહ્યો છે. જોકે ટેસ્ટ ક્રિકેટ માટે માત્ર ટેલેન્ટ પૂરતું નથી, પરંતુ લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી રહેવાની ક્ષમતા, ટેક્નિકલ મજબૂતી અને સતત પ્રદર્શન પણ જરૂરી હોય છે.
ગાંગુલી વધુમાં ઉમેર્યું કે વૈભવે પહેલા ઘરેલુ ક્રિકેટમાં વધુ અનુભવ મેળવવો જોઈએ. ખાસ કરીને રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કર્યા પછી જ તેને રેડ-બોલ ક્રિકેટ માટે વિચારવું જોઈએ. તેના મતે યુવા ખેલાડીઓને શરૂઆતમાં વધારે દબાણ આપવું યોગ્ય નથી અને યોગ્ય સમય આવતાં તેને ટેસ્ટ ક્રિકેટમાં તક આપવી જોઈએ.
વૈભવ સૂર્યવંશીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખૂબ નાની ઉંમરે તેણે T20 ક્રિકેટમાં અનેક મોટી ઇનિંગ્સ રમી છે અને ક્રિકેટ નિષ્ણાતો તેને ભારતના આગામી સ્ટાર તરીકે જોઈ રહ્યા છે.
ગાંગુલીના આ નિવેદન બાદ ક્રિકેટ ચાહકો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોનું માનવું છે કે વૈભવને ધીમે-ધીમે તૈયાર કરવો જોઈએ જેથી તે ભવિષ્યમાં લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી બની શકે.

