IPL

આકડાં: આઇપીએલના ઇતિહાસમાં હમેશા કોલકાતા હૈદરાબાદ પર ભારે પડી છે

આઈપીએલની 13 મી સીઝનમાં આ બંને ટીમોની આ બીજી મેચ છે..

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 13 ની 8 મી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. દિનેશ કાર્તિકની કોલકાતા ડેવિડ વોર્નર હૈદરાબાદ વચ્ચેની આ મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાશે. આઈપીએલની 13 મી સીઝનમાં આ બંને ટીમોની આ બીજી મેચ છે.

કોલકાતા હૈદરાબાદ બંને ટીમો પોતાની પ્રથમ મેચ હારી ગઈ છે. તેથી, તેમનો પ્રયાસ આજની મેચ જીતવા અને ટૂર્નામેન્ટમાં પાછા ફરવાનો રહેશે. બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સને તેની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, વન-ટાઇમ ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદને તેની પહેલી મેચમાં રોયલ ચેલેન્જરોએ પરાજિત કરી હતી.

આઈપીએલમાં બંને ટીમોના હેડ ટુ હેડના આંકડા વિશે વાત કરવામાં આવે તો કોલકાતા હૈદરાબાદ કુલ 17 વખત સામ-સામે આવી ચુકી છે. જેમાં દિનેશ કાર્તિકની કોલકાતા નાઈટ રાઇડર્સે 10 મેચ જીતી છે, બીજી તરફ ડેવિડ વોર્નરની સનરાઇઝર્સ હૈદરાબાદ 7 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી 5 મેચની વાત કરીએ તો હૈદરાબાદ 3 મેચ જીતી ગયું છે જ્યારે કોલકાતાએ બે મેચ જીતી હતી.

કોલકાતા હૈદરાબાદ છેલ્લે આઈપીએલની 12 મી સીઝનમાં જોવા મળી હતી, જ્યાં સનરાઇઝર્સે નાઈટ રાઇડર્સને 9 વિકેટથી પરાજિત કર્યું હતું. જો તમે હેડ ટુ હેડના આંકડા જુઓ તો કોલકાતા પન હૈદરાબાદ પર ભારે લાગી રહ્યું છે.

Exit mobile version