IPL

લો બોલો આ ભારત છે? ધોનીની પુત્રી જીવા પર બળાત્કારની ધમકી મળી

સીએસકે ટીમ 5 વિકેટ ગુમાવ્યા બાદ 157 રન બનાવી શકી હતી અને મેચ 10 રને હારી ગઈ હતી…

 

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2020 માં અત્યાર સુધી સારુ પ્રદર્શન કર્યું નથી અને તેઓ 6 માંથી માત્ર 2 મેચ જીત્યા છે. ચેન્નાઈ પણ છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે હારી ગયા હતા. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીથી ચાહકો ગુસ્સે છે. પરંતુ હદ તો ત્યારે પહોંચી ગઈ જ્યારે એક વ્યક્તિએ ધોનીની 5 વર્ષની પુત્રી જીવા પર બળાત્કારની ધમકી આપી.

ખરેખર, ચેન્નાઇને કેકેઆર સામે 10 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ પછી, સોશિયલ મીડિયા સાઇટ ઇંસ્ટાગ્રામ પર એક વ્યક્તિએ ધોનીની પુત્રી જીવા પર બળાત્કારની ધમકી આપી હતી, એક ટિપ્પણીમાં લખ્યું હતું, “તમારી પુત્રી જીવા પર બળાત્કાર કરૂ”.

સોશ્યલ મીડિયા પર આવી ટિપ્પણીઓ બાદ કેટલાક લોકોએ તે વ્યક્તિની ટિપ્પણીના સ્ક્રીનશોટ પણ ટ્વિટર પર શેર કર્યા હતા. હવે ધોનીના ચાહકો માંગ કરી રહ્યા છે કે આવી નબળી માનસિકતા ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

નોંધનીય છે કે બુધવારે કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા વિકેટ ગુમાવ્યા વિના 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સીએસકે ટીમ 5 વિકેટ ગુમાવ્યા બાદ 157 રન બનાવી શકી હતી અને મેચ 10 રને હારી ગઈ હતી.

Exit mobile version