IPL

એક સમયની ટોપ ટીમો હવે ટેન્શનમાં

IPL 2026 હવે પોતાના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે અને પ્લેઓફની રેસ દિવસેને દિવસે વધુ રોમાંચક બની રહી છે. શરૂઆતમાં સતત જીત સાથે આગળ વધતી કેટલીક ટીમો હવે અચાનક ખરાબ ફોર્મમાં ફસાઈ ગઈ છે, જેના કારણે પ્લેઓફનું ગણિત સંપૂર્ણ બદલાઈ ગયું છે. હાલમાં માત્ર Royal Challengers Bengaluru એ જ સત્તાવાર રીતે પ્લેઓફમાં સ્થાન પાક્કું કર્યું છે, જ્યારે બાકીની ટીમો વચ્ચે ટક્કર યથાવત છે.

આ સીઝનમાં સૌથી મોટું ઉદાહરણ Punjab Kings નું રહ્યું છે. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ટીમે શાનદાર શરૂઆત કરી હતી. પ્રથમ સાતમાંથી છ મેચ જીતી અને એક વરસાદને કારણે રદ્દ થતાં કુલ 13 અંક મેળવી લીધા હતા. તે સમયે પંજાબને ટાઇટલનો મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ ટીમનો લય સંપૂર્ણ બગડી ગયો. પંજાબ હવે સતત છ મેચ હારી ચૂકી છે અને પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. ટીમ હાલમાં ચોથા સ્થાને છે, પરંતુ તેમની પાસે હવે માત્ર એક જ મેચ બાકી છે, જ્યારે પાછળની ઘણી ટીમો પાસે હજુ બે મેચ છે.

બીજી તરફ Rajasthan Royals ની સ્થિતિ પણ લગભગ એવી જ છે. રાજસ્થાને શરૂઆતની ચારેય મેચ જીતીને ટોપ-4માં સ્થાન બનાવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટીમ સતત દબાણમાં આવી ગઈ. છેલ્લા આઠ મેચોમાંથી માત્ર બે જીત મળતાં ટીમ પાંચમા સ્થાને સરકી ગઈ છે. હાલમાં રાજસ્થાન પાસે 12 અંક છે અને એક વધુ હાર તેમની પ્લેઓફ આશાઓને મોટો ઝટકો આપી શકે છે.

IPL 2026ની પ્લેઓફ રેસ હવે એવી સ્થિતિમાં પહોંચી ગઈ છે જ્યાં દરેક મેચનું પરિણામ પોઈન્ટ્સ ટેબલને સંપૂર્ણ રીતે બદલી શકે છે.

Exit mobile version