IPL

“ધોની… ધોની…”ના નારા ફરી ગૂંજશે

IPL 2026 દરમિયાન MS Dhoniને લઈને ફરી એકવાર મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતના પૂર્વ ક્રિકેટર Mohammad Kaifએ એવો સંકેત આપ્યો છે કે ધોની 18 મેના રોજ ચેપોક સ્ટેડિયમમાં રમતા જોવા મળી શકે છે. કૈફના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ધોનીના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચેન્નાઈના ઐતિહાસિક MA Chidambaram Stadium એટલે કે ચેપોકમાં જો ધોની મેદાન પર ઉતરે, તો તે ફેન્સ માટે ખાસ પળ બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી ધોનીના ભવિષ્યને લઈને અનેક અટકળો ચાલી રહી છે. IPL 2026 તેની છેલ્લી સીઝન બની શકે છે એવી ચર્ચાઓ પણ સતત ચાલી રહી છે.

મોહમ્મદ કૈફે એક ક્રિકેટ શોમાં વાત કરતાં કહ્યું કે “18 મે પર નજર રાખજો.” તેમના આ ટૂંકા પરંતુ મહત્વપૂર્ણ સંકેતે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. ઘણા ફેન્સ હવે માનવા લાગ્યા છે કે ધોની ચેપોકમાં ખાસ મેચ માટે ઉપલબ્ધ રહી શકે છે અથવા કોઈ મોટું એલાન પણ કરી શકે છે.

હાલમાં Chennai Super Kingsનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે, પરંતુ ટીમ માટે ધોનીની હાજરી હંમેશા સૌથી મોટું આકર્ષણ રહી છે. મેદાન પર તેની એન્ટ્રીથી જ સ્ટેડિયમમાં અલગ જ માહોલ સર્જાઈ જાય છે. ધોનીની કેપ્ટન્સી, શાંતિપૂર્ણ સ્વભાવ અને મેચ ફિનિશ કરવાની કળાએ તેને કરોડો ફેન્સનો ફેવરિટ બનાવ્યા છે.

હવે તમામ નજરો 18 મે અને ચેપોક પર ટકેલી છે, જ્યાં ફરી એકવાર “ધોની… ધોની…”ના નારા ગુંજવાની શક્યતા વધી ગઈ છે.

Exit mobile version