IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી હાઈવોલ્ટેજ મેચ બાદ હવે એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડી સુબ્રમણિયમ બદ્રીનાથ પોતાની એક કમેન્ટ્રી ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો શિકાર બન્યા છે.
મેચ દરમિયાન RCBના ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા ક્રેમ્પ્સથી પરેશાન દેખા
ઈ રહ્યા હતા. તે સમયે મુંબઈ ઇન્ડિયન્સના વિકેટકીપર રાયન રિકલ્ટને વિરોધી ખેલાડી હોવા છતાં તેમની મદદ કરી હતી. આ ઘટનાની કમેન્ટ્રી કરતી વખતે બદ્રીનાથની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ, જેમાં ઘણા લોકોએ એવો દાવો કર્યો કે તેણે “Let him die there” જેવી અસંવેદનશીલ ટિપ્પણી કરી હતી.
વિવાદ વધતા બદ્રીનાથે આખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની સ્પષ્ટતા આપી. તેણે જણાવ્યું કે લોકો તેમના તામિલ ભાષાના શબ્દોનો ખોટો અર્થ કાઢી રહ્યા છે. બદ્રીનાથે લખ્યું કે, “‘Let him die there’ એ મારો અભિગમ ક્યારેય હોઈ શકે નહીં. હું તો કહી રહ્યો હતો કે આવી પરિસ્થિતિમાં હું જાતે જઈને ખેલાડીને સ્ટ્રેચ કરાવવામાં મદદ કરું. રાયન રિકલ્ટનનો આ ખૂબ જ સરાહનીય જેશ્ચર હતો.”
તેણે વધુમાં ઉમેર્યું કે મેચના તણાવભર્યા સમયે પણ રિકલ્ટને રમતિયાળ ભાવના બતાવી હતી અને તેના માટે મુંબઈ ઇન્ડિયન્સ તથા રિકલ્ટનને Fair Play points મળવા જોઈએ.
બદ્રીનાથની આ સ્પષ્ટતા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો તેના સમર્થનમાં ઊભા રહ્યા છે, જ્યારે કેટલાક હજુ પણ તેની ટિપ્પણીને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે.
“Let him die there”… that’s not going to be my attitude. I will go and stretch him. Great gesture from Ryan Rickelton.. Fair Play points should be given to him and MI for that.
This is what I said on air, for people who don’t understand colloquial Tamil. 🙏
— S.Badrinath (@s_badrinath) May 11, 2026

