IPL

ચેપોકમાં આજે થંભી શકે ‘થાલા’ની કહાની

MS Dhoni ફરી એકવાર IPL દરમિયાન ચર્ચાના કેન્દ્રમાં છે. આજે Chennai Super Kings અને Sunrisers Hyderabad વચ્ચે ચેન્નઈના ઐતિહાસિક M.A.chidambaram stadiumખાતે મહત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે. આ મેચ માત્ર પ્લેઓફની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ધોનીના ભવિષ્યને લઈને પણ ખાસ બની ગઈ છે.

આ સીઝનમાં ધોનીએ હજુ સુધી એકપણ મેચ રમી નથી. તે લાંબા સમયથી પિંડળીની ઇજાથી પરેશાન છે અને કેટલીક મેચોમાં ટીમ સાથે પ્રવાસ પણ કર્યો નહોતો. જોકે મેચના એક દિવસ પહેલાં ધોની પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યા હતા. તેણે લગભગ અડધો કલાક સુધી બેટિંગ અને ફિટનેસ પર કામ કર્યું, જેને કારણે ચાહકોમાં આશા જાગી છે કે તેઓ આજે મેદાનમાં ઉતરી શકે છે.

ખાસ વાત એ છે કે આ CSKનો ચેન્નઈમાં આ સીઝનનો છેલ્લો લીગ મેચ છે. ટીમનો એક વધુ લીગ મુકાબલો અમદાવાદમાં છે, જ્યારે પ્લેઓફમાં પહોંચે તો પણ ચેન્નઈમાં મેચ થવાની શક્યતા નથી. આવી સ્થિતિમાં જો ધોની આજે રમે, તો તે તેની IPL કારકિર્દીનો છેલ્લો મુકાબલો બની શકે છે.

ધોનીએ થોડા વર્ષો પહેલાં કહ્યું હતું કે તેઓ પોતાની છેલ્લી IPL મેચ ચેન્નઈમાં રમવા ઇચ્છે છે. તેથી હવે અટકળો વધુ તેજ બની ગઈ છે કે ચેપોકના દર્શકો આજે કદાચ પોતાના સૌથી પ્રિય ખેલાડીને છેલ્લી વાર પીળી જર્સીમાં રમતા જોઈ શકે. જોકે ધોની રમશે કે નહીં, તેનો અંતિમ નિર્ણય ટોસ સમયે જ સામે આવશે.

Exit mobile version