IPL

પંજાબ કિંગ્સનો ટેન્સન વધ્યું! 11.50 કરોડનો આ સ્ટાર ખેલાડી ફરી ઈજાગ્રસ્ત

Pic- India TV News

શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સે ગુરુવારે રાત્રે ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કર્યા બાદ આ ટીમની આ સતત બીજી હાર છે.

આ મેચ બાદ કેપ્ટને પોતાની ટીમની છ હીટિંગ મશીન એટલે કે લિયામ લિવિંગસ્ટોન વિશે મોટું અપડેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે, આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે ગુજરાત સામે 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હાર્દિક પંડ્યાની ટીમે 1 બોલ બાકી રહેતા આ સ્કોર હાંસલ કર્યો હતો.

લિવિંગસ્ટોન પાકિસ્તાન પ્રવાસમાં ઈજાગ્રસ્ત થયા બાદ તેની ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો જેના કારણે PCB તેને ફિટનેસ ક્લિયરન્સ આપી રહ્યું ન હતું. પરંતુ જ્યારે તે તમામ ટેસ્ટ પાસ કરીને ભારત પહોંચ્યો ત્યારે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, જેના પછી ફેન્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

મેચ બાદ ધવને લિવિંગસ્ટોન ના રમવાનું કારણ સમજાવ્યું. તેણે કહ્યું કે ઈજાના કારણે તે આ મેચમાં રમ્યો નહોતો. હા, લિવિંગસ્ટોન ભારત પહોંચ્યા પછી તરત જ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે ગુજરાત ટાઇટન્સ સામે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.

શિખર ધવને મેચ બાદ કહ્યું, ‘તે ગઈકાલે પ્રેક્ટિસ માટે આવ્યો હતો, તેણે તેના સ્નાયુ ખેંચી લીધા છે અને તે બે-ત્રણ દિવસમાં સારું અનુભવશે.’

પંજાબના બેટ્સમેનોએ સતત બીજી મેચમાં પણ નિરાશ કર્યા હતા. ગુજરાત સામે તેમના બેટ્સમેનોએ કુલ 56 ડોટ બોલ રમ્યા હતા. ટી-20 મેચમાં આવું ભાગ્યે જ જોવા મળે છે.

Exit mobile version