Rishabh Pantની આગેવાની હેઠળ Lucknow Super Giantsએ Chennai Super Kings સામે મહત્વપૂર્ણ જીત નોંધાવી, પરંતુ મેચ બાદ પંત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા. BCCIએ IPL આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ પંત પર 12 લાખ રૂપિયાનું દંડ ફટકાર્યું છે.
માહિતી અનુસાર, લખનૌ ટીમને મેચ દરમિયાન સ્લો ઓવર રેટ જાળવવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. IPLના કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.22 મુજબ, આ સિઝનમાં LSGની આ પહેલી ભૂલ હોવાથી કેપ્ટન ઋષભ પંત પર માત્ર દંડની કાર્યવાહી કરવામાં આવી છે. IPLએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે 15 મેના રોજ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન ટીમ નિર્ધારિત સમયમર્યાદામાં ઓવરો પૂર્ણ કરી શકી નહોતી.
આ મેચમાં એક રસપ્રદ બાબત એ રહી કે ઋષભ પંત બેટિંગ કરવા મેદાનમાં જ ઉતર્યા નહોતા. IPL 2026માં આ પહેલી વાર બન્યું કે પંતને બેટિંગ કરવાની જરૂર પડી નહીં. અત્યાર સુધીની સિઝનમાં તે મોટાભાગે નંબર-3 પર બેટિંગ કરતા જોવા મળ્યા છે, જ્યારે કેટલાક મુકાબલામાં નંબર-4 અને ઓપનિંગમાં પણ ઉતર્યા હતા.
મેચ બાદ પંતે ટીમ કોમ્બિનેશન અંગે ખુલ્લેઆમ વાત કરી. તેણે કહ્યું કે ટીમ સતત યોગ્ય ઓપનિંગ જોડી શોધવાનો પ્રયાસ કરી રહી છે. પહેલા Mitchell Marsh અને Aiden Markramની જોડી અજમાવવામાં આવી હતી, ત્યારબાદ Josh Inglisને તક આપવામાં આવી. પંતે સ્વીકાર્યું કે ઘણી વખત વધુ વિચારણા ટીમ માટે નુકસાનકારક બની જાય છે. સાથે જ તેણે કહ્યું કે તેઓ બેટિંગ માટે તૈયાર હતા, પરંતુ અન્ય ખેલાડીઓને તક આપવાનો ટીમ મેનેજમેન્ટનો નિર્ણય હતો.

