IPL 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ગુજરાત ટાઇટન્સને હરાવી સતત બીજી વખત ટ્રોફી જીતી હતી, પરંતુ આ ઐતિહાસિક જીત બાદ ટીમના સ્ટાર ફિનિશર Tim David વિવાદમાં ફસાઈ ગયા છે. IPL દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરતાં 50 ટકા મેચ ફીનો દંડ અને એક મેચનો પ્રતિબંધ ફટકારવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર ફાઇનલ દરમિયાન 10મી ઓવરમાં વિકેટ પડ્યા બાદ ટિમ ડેવિડે ગુસ્સામાં અમ્પાયર Nitin Menonની દિશામાં આઇસ બેગ આક્રમક રીતે ફેંકી હતી. IPL આચારસંહિતાની કલમ 2.9 હેઠળ આ ગંભીર ગુનો માનવામાં આવે છે કારણ કે તેમાં અમ્પાયર અથવા અન્ય અધિકારી તરફ કોઈ વસ્તુ જોખમી રીતે ફેંકવાનો સમાવેશ થાય છે.
પરંતુ મામલો માત્ર આઇસ બેગ ફેંકવાનો જ નહોતો. આ સિઝનમાં ટિમ ડેવિડ અગાઉ પણ બે વખત લેવલ-1ના નિયમોનું ઉલ્લંઘન કરી ચૂક્યા હતા. એક ઘટનામાં તેને એક ડીમેરિટ પોઇન્ટ મળ્યો હતો, જ્યારે બીજી ઘટનામાં બે ડીમેરિટ પોઇન્ટ ફટકારાયા હતા. ફાઇનલની નવી ઘટનાથી તેને વધુ બે ડીમેરિટ પોઇન્ટ મળ્યા અને કુલ સંખ્યા પાંચ પર પહોંચી ગઈ.
IPLના નિયમો મુજબ પાંચ ડીમેરિટ પોઇન્ટ પૂર્ણ થતાં ખેલાડીને આપમેળે એક મેચનો પ્રતિબંધ લાગુ પડે છે. પરિણામે ટિમ ડેવિડ હવે IPL 2027માં RCBની પ્રથમ મેચ રમી શકશે નહીં. જો તેઓ આગામી સિઝનમાં બીજી ફ્રેન્ચાઇઝી માટે રમશે તો પણ પ્રતિબંધ તેની નવી ટીમની પ્રથમ મેચમાં લાગુ રહેશે.
RCB માટે ટ્રોફીની ખુશી વચ્ચે આ સમાચાર ચોક્કસપણે મોટો ઝટકો સમાન છે. ટિમ ડેવિડે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, પરંતુ તેની આક્રમક હરકત અને વારંવારના શિસ્તભંગે તેની છબીને નુકસાન પહોંચાડ્યું છે.
Tim David fined 50% of match fee + 2 demerit points for throwing ice bag in direction of umpire Nitin Menon (IPL Code breach).
Now on 5 points → suspended for RCB’s 1st match of next IPL season. pic.twitter.com/D4CPhvH95L
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 1, 2026
