IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી થ્રિલર મેચ બાદ હવે એક નવો વિવાદ ચર્ચામાં આવ્યો છે. RCBના ખેલાડી Tim Davidનો એક રિએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડગઆઉટમાં બેઠા બેઠા મેદાન તરફ મિડલ ફિંગર બતાવતા જોવા મળે છે.
આ તસવીર વાયરલ થતા જ ક્રિકેટ ચાહકો વચ્ચે ચર્ચાનો માહોલ ગરમાયો છે. ઘણા ફેન્સ એવો દાવો કરી રહ્યા છે કે ટિમ ડેવિડનો આ ઈશારો તેમની પૂર્વ ટીમ Mumbai Indians તરફ હતો. નોંધનીય છે કે ટિમ ડેવિડ છેલ્લા ત્રણ સીઝન સુધી મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યા હતા, પરંતુ આ સીઝનમાં તે Royal Challengers Bengaluruનો ભાગ છે.
મેચની વાત કરીએ તો મુકાબલો અંતિમ ઓવર સુધી રોમાંચથી ભરેલો રહ્યો હતો. છેલ્લી ઓવરમાં RCBને જીત માટે 15 રનની જરૂર હતી. ત્યારે એવું લાગી રહ્યું હતું કે મુંબઈ ઇન્ડિયન્સ મેચ પર સંપૂર્ણ પકડ બનાવી ચૂકી છે. પરંતુ ત્યારબાદ Bhuvneshwar Kumarએ મહત્વપૂર્ણ છક્કો ફટકારી મેચનો માહોલ બદલી નાખ્યો. અંતે Rasikh Salamએ જીત અપાવી અને RCBના ડગઆઉટમાં જબરદસ્ત ઉજવણી જોવા મળી.
ફેન્સનું માનવું છે કે આ જીત બાદ જ ટિમ ડેવિડનું વિવાદાસ્પદ રિએક્શન સામે આવ્યું હતું. જોકે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે તેનો ઈશારો કોની તરફ હતો.
હવે નજર રહેશે કે મામલો IPL અને Board of Control for Cricket in India સુધી પહોંચે છે કે નહીં. જો મામલો ગંભીર માનવામાં આવશે તો ટિમ ડેવિડ સામે કાર્યવાહી પણ થઈ શકે છે. IPL 2026માં સતત વધી રહેલા વિવાદોને કારણે ટૂર્નામેન્ટ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.
All were busy with Virat Kohli’s celebration, see how Tim David celebrated 😂🔥 pic.twitter.com/0ApBaRNKNJ
— Middle Stump Cricket (@MiddleCricket) May 11, 2026
