IPL

IPL ઇતિહાસમાં સૌથી વધુ પ્લેઓફ મેચ રમનાર ટોપ-5 ટીમો

IPLના ઇતિહાસમાં પ્લેઓફ સુધી પહોંચવું દરેક ટીમ માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે. વર્ષો સુધી સતત સારું પ્રદર્શન કરનાર કેટલીક ફ્રેન્ચાઇઝીઓએ માત્ર ટોપ-4માં જ સ્થાન બનાવ્યું નથી, પરંતુ સૌથી વધુ પ્લેઓફ મેચ રમીને પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.

આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે Chennai Super Kings. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ CSK વર્ષો સુધી સૌથી સ્થિર ટીમ તરીકે ઉભરી છે. ટીમે IPL ઇતિહાસમાં સૌથી વધુ 26 પ્લેઓફ મેચ રમી છે. ચેન્નઈની સફળતાનું સૌથી મોટું કારણ તેનું મજબૂત ટીમ સંયોજન અને દબાણમાં જીતવાની ક્ષમતા રહી છે.

બીજા નંબર પર છે Mumbai Indians. રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈએ લીગ પર લાંબા સમય સુધી રાજ કર્યું હતું. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધી કુલ 22 પ્લેઓફ મેચ રમી છે.

ત્રીજા સ્થાને આવેલું નામ ઘણા ચાહકોને આશ્ચર્યચકિત કરી શકે છે. Royal Challengers Bengaluruએ અત્યાર સુધી 17 પ્લેઓફ મુકાબલા રમ્યા છે. લાંબા સમય સુધી ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહેલી RCBએ આખરે 2025માં પોતાનો પહેલો IPL ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો હતો.

ચોથા સ્થાન પર છે Kolkata Knight Riders. ત્રણ વખતની ચેમ્પિયન KKRએ અનેક સીઝનમાં કમબેક કરીને પોતાની લડાયક માનસિકતા સાબિત કરી છે. ટીમે કુલ 15 પ્લેઓફ મેચ રમી છે.

જ્યારે પાંચમા નંબર પર Sunrisers Hyderabadનું નામ આવે છે. 2016ની ચેમ્પિયન SRH અત્યાર સુધી 14 પ્લેઓફ મુકાબલા રમી ચૂકી છે અને આ સીઝનમાં પણ ટીમે નોકઆઉટમાં સ્થાન બનાવી પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.

Exit mobile version