IPL

500+ રનની ત્રિપુટી

Sunrisers Hyderabadએ IPL 2026માં શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે ઇતિહાસ રચ્યો છે. Abhishek Sharma, Ishan Kishan અને Heinrich Klaasenની ત્રિપુટીએ મળીને ટીમને એક ખાસ સિદ્ધિ અપાવી છે. IPL ઇતિહાસમાં માત્ર બીજી વાર એવું બન્યું છે કે એક જ સીઝનમાં એક ટીમના ત્રણ ખેલાડીઓએ 500થી વધુ રન બનાવ્યા હોય.

ડિફેન્ડિંગ ચેમ્પિયન Royal Challengers Bengaluru સામે રમાયેલા લીગ સ્ટેજના અંતિમ મુકાબલામાં હૈદરાબાદે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 255 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. આ ઇનિંગ્સમાં ઈશાન કિશને 79 રનની આક્રમક ઇનિંગ રમી પોતાની સીઝનની કુલ રન સંખ્યા 569 સુધી પહોંચાડી. બીજી તરફ ક્લાસેન અત્યાર સુધી 606 રન બનાવી ચૂક્યો છે, જ્યારે અભિષેક શર્માના ખાતામાં 563 રન નોંધાયા છે.

આ સાથે SRH IPL ઇતિહાસમાં એવી બીજી ટીમ બની છે જેના ત્રણ ખેલાડીઓએ એક જ સીઝનમાં 500+ રન બનાવ્યા છે. આ પહેલા 2025માં Gujarat Titans માટે Sai Sudharsan, Shubman Gill અને Jos Buttlerએ આ કારનામું કર્યું હતું.

ફક્ત એટલું જ નહીં, SRHએ IPL 2026માં સૌથી વધુ વખત 200થી વધુ સ્કોર બનાવવાનો નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. RCB સામે 200નો આંકડો પાર કરતા જ ટીમે 2025માં Punjab Kings દ્વારા બનાવાયેલ રેકોર્ડ તોડી નાખ્યો. આ સીઝનમાં હૈદરાબાદે અત્યાર સુધી 9 વખત 200+ સ્કોર નોંધાવ્યો છે, જે તેમની વિસ્ફોટક બેટિંગનો પુરાવો છે.

Exit mobile version