IPL

‘યુનિવર્સ બોસ’ પણ થયા વૈભવના દીવાના

રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન vaibhav sooryavanshi સતત પોતાના ધમાકેદાર પ્રદર્શનથી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી રહ્યા છે. હવે તો વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ અને ‘યુનિવર્સ બોસ’ તરીકે ઓળખાતા Chris Gayle પણ વૈભવના ફેન બની ગયા છે. ગેઇલે સોશિયલ મીડિયા પર વૈભવની પ્રશંસા કરતા તેને “ન્યૂ સિક્સ મશીન” તરીકે સંબોધ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલા IPL 2026ના એલિમિનેટર મુકાબલામાં વૈભવે માત્ર 29 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. પોતાની આ ઇનિંગ દરમિયાન તેણે 12 શાનદાર છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. વૈભવ માત્ર 3 રનથી સદી ચૂકી ગયો, પરંતુ તેની આ ઇનિંગે સમગ્ર ક્રિકેટ વિશ્વનું ધ્યાન ખેંચી લીધું.

આ મેચ દરમિયાન વૈભવે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તેણે એક IPL સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો ક્રિસ ગેઇલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. ગેઇલે 2012ની IPL સીઝનમાં 59 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે વૈભવે હવે તે આંકડો પાર કરી દીધો છે.

ક્રિસ ગેઇલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું કે વૈભવ હવે “નવી સિક્સ મશીન” બની ગયો છે. સાથે જ ગેઇલે કહ્યું કે તે ખૂબ જ જલ્દી વધુ મોટા રેકોર્ડ્સ પણ તોડી શકે છે. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર વૈભવની તુલના હવે ગેઇલ જેવા વિસ્ફોટક બેટ્સમેન સાથે કરવા લાગ્યા છે.

Exit mobile version