IPL

RCBને વિજય માલ્યાનો ખાસ મેસેજ

પ્રથમ ક્વોલિફાયર મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાવાનો છે. આ મહત્વપૂર્ણ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં યોજાશે. આ મુકાબલામાં જીતનાર ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે, જેના કારણે બંને ટીમો માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.

RCB સતત બીજી વખત IPL ફાઇનલમાં પહોંચવાનો લક્ષ્ય રાખી રહી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ પોતાની શાનદાર ફોર્મ જાળવી રાખવા આતુર છે. મેચ પહેલાં RCBના ફાઉન્ડર વિજય માલ્યાએ ટીમને ખાસ સંદેશ પાઠવ્યો છે. હાલ લંડનમાં રહેલા માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને લખ્યું કે, “RCBના અમારા બહાદુર શેરોને શુભેચ્છા. IPL ફાઇનલમાં સીધી એન્ટ્રી મેળવવાની આ શાનદાર તક છે. નિર્ભય બનીને રમો અને જોરદાર ગર્જના કરો.”

ધર્મશાલાના મેદાન પર ટોસ પણ આ મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. IPL 2026 દરમિયાન અહીં રમાયેલા ત્રણમાંથી બે નાઈટ મેચોમાં પહેલા બોલિંગ કરનાર ટીમને જીત મળી હતી. રાત્રે ડ્યુના કારણે બેટિંગ સરળ બની જાય છે, તેથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે.

આ મેદાન પર અત્યાર સુધી IPLના 17 મેચ રમાયા છે અને પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 192 રન રહ્યો છે. જેના કારણે ફરી એકવાર હાઈ સ્કોરિંગ મુકાબલો જોવા મળી શકે છે.

RCBનો પ્રથમ ક્વોલિફાયરમાં સારો રેકોર્ડ રહ્યો છે. ટીમે અત્યાર સુધી ત્રણ વખત ક્વોલિફાયર-1 રમ્યો છે, જેમાં બે જીત અને એક હાર મળી છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે બે વખત આ મુકાબલો રમ્યો છે, જેમાં એક જીત અને એક હાર નોંધાઈ છે.

Exit mobile version