IPLની 67મી મેચ બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. Royal Challengers Bengaluru અને Sunrisers Hyderabad વચ્ચે રમાયેલા હાઇ-વોલ્ટેજ મુકાબલા પછી Virat Kohliએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન Travis Head સાથે હેન્ડશેક ન કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. મેચ બાદ ખેલાડીઓ પરંપરાગત હેન્ડશેક માટે મેદાનમાં આવ્યા ત્યારે ટ્રેવિસ હેડે વિરાટ તરફ હાથ આગળ વધાર્યો હતો, પરંતુ વિરાટ કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર આગળ વધી ગયા હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હૈદરાબાદના Rajiv Gandhi International Cricket Stadiumમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદે RCBને 55 રને હરાવી હતી. જોકે, મેચ દરમિયાન જ બંને ખેલાડીઓ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. 256 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે વિરાટે ટ્રેવિસ હેડ તરફ ઈશારો કરીને તેને બોલિંગ કરવા આવવા જેવો સંકેત કર્યો હતો. સાથે જ ઈમ્પેક્ટ પ્લેયરનો ઈશારો કરીને તેને ચીડવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જોવા મળ્યું. હેડે સ્મિત સાથે જવાબ આપ્યો હતો, પરંતુ મેદાનનો માહોલ ગરમાઈ ગયો હતો.
SRHની ઇનિંગ દરમિયાન પણ વિરાટ ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. જ્યારે Rasikh Dar Salamએ ટ્રેવિસ હેડને યોર્કર પર બોલ્ડ કર્યો, ત્યારે વિરાટે જોરદાર ઉજવણી કરી હતી. જોકે બેટિંગમાં વિરાટ ખાસ કમાલ કરી શક્યા નહોતા અને માત્ર 15 રન બનાવી આઉટ થયા હતા.
આ મેચમાં હૈદરાબાદે 255/4નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. Abhishek Sharmaએ 56, Ishan Kishanએ 79 અને Heinrich Klaasenએ 51 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જવાબમાં RCB 200 રન સુધી જ પહોંચી શકી. જોકે હાર છતાં RCB નેટ રન રેટના આધારે ટોપ-2માં સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.
🔴Virat Kohli not happy with Travis Head for that reaction 🤯🥵
– yelled at him while at the crease.
– frustrated at the dugout.
– No handshakes after the match 🤯🗿 pic.twitter.com/T0TcwFnimu— ‘HK’ (@potter_here18) May 22, 2026
