ભારતીય ક્રિકેટના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંના એક MS Dhoniને લઈને ફરી એકવાર નિવૃત્તિની ચર્ચાઓ તેજ બની ગઈ છે. Chennai Super Kingsના CEO કાશી વિશ્વનાથનના તાજેતરના નિવેદને ફેન્સમાં ઉત્સુકતા વધારી દીધી છે. IPL 2026 દરમિયાન ઇજાના કારણે ધોની મેદાનથી દૂર રહ્યો હતો, ત્યારબાદ હવે તેના ભવિષ્યને લઈને અનેક અટકળો ચાલી રહી છે.
કાશી વિશ્વનાથને સ્પષ્ટ કહ્યું કે ધોનીનું ભવિષ્ય સંપૂર્ણપણે તેના પોતાના નિર્ણય પર નિર્ભર છે. જોકે તેણે એ પણ ઉમેર્યું કે CSK ઇચ્છે છે કે ધોની હંમેશા ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલો રહે ; ભલે તે ખેલાડી તરીકે હોય, મેન્ટર તરીકે કે પછી કોચ તરીકે. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાઈ ગયો છે.
ધોની છેલ્લા ઘણા વર્ષોથી CSKનું હૃદય માનવામાં આવે છે. તેની આગેવાનીમાં ટીમે પાંચ IPL ટ્રોફી જીતી છે અને કરોડો ફેન્સના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. પરંતુ IPL 2026માં તેની ગેરહાજરી બાદ હવે ફેન્સને સૌથી મોટો સવાલ સતાવી રહ્યો છે ; શું ધોની ફરી મેદાનમાં જોવા મળશે કે પછી હવે તે નવી ભૂમિકામાં નજર આવશે?
CSK મેનેજમેન્ટના સંકેતો પરથી એટલું તો સ્પષ્ટ છે કે ધોની અને ચેન્નાઈનો સંબંધ હજુ સમાપ્ત થવાનો નથી. હવે દરેકની નજર માત્ર ‘થાલા’ના આગામી નિર્ણય પર ટકેલી છે.
🚨 BIG UPDATE ON CSK 🚨
– According to sources, MS Dhoni will no longer be seen playing for Chennai Super Kings in the IPL next year. This was his last year, but he didn’t play many matches this season either.
– If everything goes according to plan, MS Dhoni will be seen in a… pic.twitter.com/lkC3laM1c9— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 27, 2026

