IPL

GT બનશે IPLની નવી બાદશાહ?

Indian Premier Leagueમાં લીગ સ્ટેજ પૂર્ણ થયા બાદ હવે પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન Royal Challengers Bengaluruએ પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જ્યારે Gujarat Titans બીજા સ્થાને રહી છે. જોકે, આંકડાઓ કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે. IPLના ઇતિહાસ પર નજર કરીએ તો 2011થી પ્લેઓફ ફોર્મેટ લાગુ થયા બાદ સૌથી વધુ વખત બીજા સ્થાને રહેલી ટીમ ચેમ્પિયન બની છે. આ જ કારણ છે કે ઘણા ક્રિકેટ નિષ્ણાતો ગુજરાત ટાઇટન્સને આ સિઝનની સૌથી મોટી ટ્રોફી દાવેદાર ટીમ ગણાવી રહ્યા છે.

આ સિઝનમાં RCB, ગુજરાત ટાઇટન્સ અને Sunrisers Hyderabad — ત્રણેય ટીમોએ 18-18 પોઇન્ટ મેળવ્યા હતા. પરંતુ શ્રેષ્ઠ નેટ રન રેટના આધારે RCB પ્રથમ સ્થાને રહી, ગુજરાત બીજા અને હૈદરાબાદ ત્રીજા સ્થાને રહ્યું. ચોથા સ્થાન માટે હજી પણ જબરદસ્ત ટક્કર ચાલી રહી છે, જેમાં Rajasthan Royals આગળ છે, જ્યારે Punjab Kings, Kolkata Knight Riders અને Delhi Capitals પણ દોડમાં સામેલ છે.

2011 પછીના IPL ઇતિહાસમાં પ્રથમ સ્થાને રહેલી ટીમ માત્ર પાંચ વખત ચેમ્પિયન બની છે, જ્યારે બીજા ક્રમે રહેલી ટીમે નવ વખત ટ્રોફી જીતી છે. ત્રીજા સ્થાને રહેલી ટીમ માત્ર એક જ વખત — 2016માં હૈદરાબાદ — ચેમ્પિયન બની હતી, જ્યારે ચોથા સ્થાને રહેલી કોઈ ટીમ અત્યાર સુધી ખિતાબ જીતી શકી નથી.

RCB માટે આ આંકડા થોડા ચિંતાજનક માનવામાં આવે છે. 2011માં ટીમ ટોચ પર રહી હોવા છતાં ફાઇનલમાં Chennai Super Kings સામે હારી ગઈ હતી. જ્યારે 2016માં બીજા સ્થાને રહીને પણ હૈદરાબાદ સામે ખિતાબ ગુમાવ્યો હતો. હવે જોવાનું રહેશે કે ઇતિહાસ ફરી પોતાને દોહરાવે છે કે પછી Virat Kohliની ટીમ નવા રેકોર્ડ સાથે ફરી ચેમ્પિયન બને છે.

Exit mobile version