IPL

તમને હવે ચપ્પલ મારવી પડશે

Yuvraj Singh નો એક કોમેન્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીએ Punjab Kings ના ત્રણ ખેલાડીઓ – Harpreet Brar, Arshdeep Singh અને Priyansh Arya પર મજાકિયા અંદાજમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

23 મેના રોજ રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે Lucknow Super Giants ને હરાવ્યા બાદ હરપ્રીત બરાડે સોશિયલ મીડિયા પર અર્શદીપ અને પ્રિયાંશ સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો. પોસ્ટમાં હરપ્રીત પ્રિયાંશને“સ્લોગર” અને અર્શદીપને “વ્લોગર” કહીને મસ્તીભર્યો કેપ્શન આપ્યો હતો. જોકે આ પોસ્ટ પર યુવરાજ સિંહે પંજાબીમાં કોમેન્ટ કરતાં લખ્યું કે, “તમને બધાને હવે ચપ્પલ મારવાનો સમય આવી ગયો છે.”

યુવરાજનો આ કોમેન્ટ મજાકિયા અંદાજમાં હતો, પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ વાયરલ થયો. ચાહકોએ પણ આ પર મજેદાર પ્રતિક્રિયાઓ આપી હતી.

જો IPL 2026માં ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો પ્રિયાંશ આર્યાએ 13 મેચમાં 211થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 364 રન બનાવી પ્રભાવિત કર્યો હતો. બીજી તરફ અર્શદીપ સિંહ માટે આ સિઝન ખાસ સારી રહી નહોતી. તેણે 14 મેચમાં માત્ર 14 વિકેટ લીધી અને 541 રન ખર્ચ્યા હતા. તેનો ઇકોનોમી રેટ 10.20 રહ્યો હતો. હરપ્રીત બરાડને આખી સિઝનમાં ફક્ત બે મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે બે વિકેટ ઝડપી હતી.

Exit mobile version