ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર Vijay Shankar એ અચાનક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 22 મેના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને વિજય શંકરે સ્પષ્ટ કર્યું કે તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે ઘરેલુ ક્રિકેટ અને IPLને પણ અલવિદા કહી રહ્યા છે. તેના આ નિર્ણયથી ક્રિકેટ ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
વિજય શંકરે પોતાની પોસ્ટમાં લખ્યું કે ક્રિકેટ તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે. 10 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કરનાર વિજયે લગભગ 25 વર્ષ સુધી આ રમતને સમર્પિત કર્યા બાદ હવે નવા અવસરો શોધવા માટે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. તેણે લખ્યું કે ભારત માટે રમવું તેના જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણોમાંથી એક રહ્યું છે.
વિજય શંકર વર્ષ 2019ના ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ રહ્યા હતા. તે સમયે તેના પસંદગી પર ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ પાકિસ્તાન સામેની મેચમાં તેણે પોતાની પ્રથમ જ બોલ પર વિકેટ મેળવીને યાદગાર શરૂઆત કરી હતી. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં વિજયે 12 વનડે અને 9 T20 મેચ રમ્યા હતા. વનડેમાં તેણે 223 રન સાથે 4 વિકેટ લીધી હતી, જ્યારે T20માં 101 રન અને 5 વિકેટ પોતાના નામે કરી હતી.
IPLમાં વિજય શંકરે Chennai Super Kings, Sunrisers Hyderabad, Delhi Capitals અને Gujarat Titans જેવી ટીમો માટે રમતા કુલ 78 મેચોમાં 1233 રન બનાવ્યા હતા.
ઘરેલુ ક્રિકેટમાં તેણે Tamil Nadu cricket team તરફથી રમતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 77 મેચોમાં 4253 રન બનાવ્યા હતા, જેમાં 13 સદી અને 23 અડધી સદીનો સમાવેશ થાય છે. સાથે જ બોલિંગમાં 43 વિકેટ પણ ઝડપી હતી.
— Vijay Shankar (@vijayshankar260) May 22, 2026

