OTHER LEAGUES

સ્ટીવ વૉના વખાણ કરીને PM મોદીએ જીત્યું દિલ

ઓસ્ટ્રેલિયાના પ્રવાસના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉ અને પૂર્વ મહિલા ક્રિકેટર લિસા સ્થાલેકર પણ હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન PM મોદીએ ક્રિકેટને ભારત અને ઓસ્ટ્રેલિયાને જોડતી સૌથી મજબૂત કડી ગણાવી અને સ્ટીવ વૉના યોગદાનના ખુલ્લા દિલે વખાણ કર્યા. તેના શબ્દો સાંભળીને સ્ટીવ વૉ પણ સ્મિત કર્યા હતા.

PM મોદીએ જણાવ્યું કે સ્ટીવ વૉ માત્ર મહાન ક્રિકેટર જ નહીં પરંતુ રમતની ભાવના અને નેતૃત્વના શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેણે કહ્યું કે ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ સ્ટીવ વૉને આજે પણ ખૂબ માન આપે છે. બંને દેશોમાં ક્રિકેટ માત્ર રમત નથી, પરંતુ લોકોના દિલોને જોડતી લાગણી છે.

આ કાર્યક્રમ દરમિયાન PM મોદીએ ભારત સરકારના ‘ખેલો ઈન્ડિયા’ અને ‘ફિટ ઈન્ડિયા’ જેવા અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે રમતગમત યુવાનોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને ભારત રમતગમતના ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું છે. યુવા ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેણે તેની જર્સી પર હસ્તાક્ષર પણ કર્યા અને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.

મુલાકાત દરમિયાન એક ઐતિહાસિક જાહેરાત પણ કરવામાં આવી. PM મોદીએ જણાવ્યું કે પ્રથમ વખત બિગ બેશ લીગ (BBL)ની એક મેચ ભારત ખાતે રમાશે. 12 ડિસેમ્બર 2026ના રોજ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેલબર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે આ મેચ યોજાશે. આ નિર્ણય ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમતગમતના સહકારને વધુ મજબૂત બનાવશે અને ક્રિકેટના સંબંધોને નવી ઊંચાઈ પર પહોંચાડશે.

Exit mobile version