LATEST

સચિન તેંડુલકર પણ થયા પ્રભાવિત

ભારતીય એથ્લેટ ગુરિંદરવીર સિંહ હાલમાં પોતાના ઐતિહાસિક પ્રદર્શનને કારણે દેશભરમાં ચર્ચામાં છે. તેણે રાંચીમાં યોજાયેલા ફેડરેશન કપ 2026 દરમિયાન 100 મીટરની દોડ માત્ર 10.09 સેકન્ડમાં પૂર્ણ કરીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે તે 100 મીટરની દોડમાં સૌથી ઝડપી ભારતીય ધાવક પણ બની ગયા છે. તેની આ સિદ્ધિ બાદ સમગ્ર દેશમાંથી અભિનંદનોની વરસાદ થઈ રહી છે.

ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને “ક્રિકેટના ભગવાન” તરીકે ઓળખાતા Sachin Tendulkarએ પણ ગુરિંદરવીરની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. સચિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, “ગુરિંદરવીર સિંહ ભારતના સૌથી ઝડપી ધાવક બન્યા તે બાબતે મને ખૂબ ગર્વ છે. શું શાનદાર સિદ્ધિ! આમ જ દોડતા રહો ચેમ્પિયન.” સચિનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ગુરિંદરવીરે ફેડરેશન કપ દરમિયાન પહેલા સેમિફાઇનલમાં 10.17 સેકન્ડનો સમય નોંધાવી નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, માત્ર 10 મિનિટ બાદ Animesh Kujurએ 10.15 સેકન્ડમાં દોડ પૂર્ણ કરીને તે રેકોર્ડ તોડી નાખ્યો હતો. પરંતુ ફાઇનલમાં ગુરિંદરવીરે વધુ જબરદસ્ત પ્રદર્શન કરતાં 10.09 સેકન્ડનો સમય નોંધાવ્યો અને ફરી ઇતિહાસ રચ્યો. ફાઇનલમાં અનિમેષ કુજૂર 10.20 સેકન્ડ સાથે બીજા સ્થાને રહ્યા હતા.

આ પ્રદર્શનના આધારે ગુરિંદરવીરે આગામી એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. તેની આ સિદ્ધિ બદલ પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mannએ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા.

Exit mobile version