ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન Virat Kohli એ 2027 ODI વર્લ્ડ કપમાં પોતાની ભાગીદારીને લઈને મોટું નિવેદન આપ્યું છે. IPL 2026માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કોહલીએ RCBના પોડકાસ્ટમાં કહ્યું કે જો ટીમ મેનેજમેન્ટને લાગશે કે તે ટીમ માટે હજુ પણ મહત્વપૂર્ણ છે, તો તેઓ ચોક્કસપણે આગામી વર્લ્ડ કપ રમવા તૈયાર રહેશે. જોકે, તેણે સાથે જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી કે જો તેને સતત પોતાની કાબેલિયત અને કિંમત સાબિત કરવાની ફરજ પડશે, તો તેઓ એવો માહોલ પસંદ નહીં કરે.
37 વર્ષીય કોહલીએ કહ્યું કે તે જ્યારે પણ મેદાન પર ઉતરે છે ત્યારે સંપૂર્ણ સમર્પણ સાથે રમે છે. “જો ટીમ મને 40 ઓવર સુધી બાઉન્ડ્રી લાઇન પર ફીલ્ડિંગ કરવા કહે, તો પણ હું કોઈ ફરિયાદ વિના તૈયાર છું. હું દરેક મેચને મારા કરિયરની છેલ્લી મેચ માનીને રમું છું,” એમ કોહલીએ જણાવ્યું.
ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદથી સોશિયલ મીડિયા પર સતત ચર્ચા ચાલી રહી છે કે કોહલી અને Rohit Sharma 2027 વર્લ્ડ કપ સુધી ટીમમાં રહેશે કે નહીં. જોકે બંને ખેલાડીઓ હાલમાં પોતાની ફિટનેસ અને પ્રદર્શન પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. કોહલીએ આ વર્ષે વિજય હજારે ટ્રોફીમાં પણ ભાગ લીધો હતો.
કોહલીએ વધુમાં કહ્યું કે તેને ક્રિકેટ સાથેનો શુદ્ધ સંબંધ ફરી અનુભવવા માટે ઘરેલું ક્રિકેટ રમવાનું પસંદ કર્યું. “મારે માત્ર ક્રિકેટ રમવું ગમે છે અને હાલ મારો સંપૂર્ણ ફોકસ માત્ર ક્રિકેટ પર જ છે,” એમ તેણે ઉમેર્યું.
નોંધનીય છે કે કોહલી પહેલેથી જ T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, પરંતુ ODI ક્રિકેટમાં તે હજુ પણ ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
Why did Virat retire from Test cricket, and will he play the 2027 World Cup or not?
Virat has answered everything: https://t.co/WshqgB7ita pic.twitter.com/WdSn1TMJk1
— Aditya Saha (@Adityakrsaha) May 15, 2026
