તમિલનાડુના અનુભવી લેગ સ્પિનર મુરુગન અશ્વિનએ 35 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ અને IPLમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને તેણે પોતાના ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું. મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ખાસ ઓળખ બનાવનાર મુરુગન અશ્વિન લાંબા સમય સુધી T20 સ્પેશિયાલિસ્ટ બોલર તરીકે જાણીતા રહ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા સંદેશમાં અશ્વિને લખ્યું કે માત્ર 6 વર્ષની ઉંમરથી જ તેને ક્રિકેટ સાથે પ્રેમ હતો. આ રમતએ તેમને જીવનમાં ઘણું શીખવ્યું અને એક સારી વ્યક્તિ બનવામાં મદદ કરી. તેણે કહ્યું કે ક્રિકેટની આ સફર તેના માટે અદ્ભુત રહી છે અને હવે સમય આવી ગયો છે કે તેઓ ઘરેલુ ક્રિકેટ અને IPLને અલવિદા કહે.
અશ્વિને પોતાના કરિયરમાં સાથ આપનાર તમામ ટીમો, કોચ, સાથી ખેલાડીઓ અને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો. તેણે એ પણ જણાવ્યું કે ભલે તેઓ ઘરેલુ ક્રિકેટ અને IPLમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં આવનારા નવા પડકારો અને તક માટે તેઓ તૈયાર છે.
IPL કારકિર્દીની વાત કરીએ તો મુરુગન અશ્વિન 2016થી 2023 વચ્ચે કુલ 44 મેચ રમ્યા હતા. આ દરમિયાન તેણે 35 વિકેટ ઝડપી હતી. તે IPLમાં કુલ 6 અલગ-અલગ ટીમો માટે રમ્યા હતા, જેમાં Royal Challengers Bengaluru, Mumbai Indians, Punjab Kings, Rajasthan Royals, Delhi Capitals અને Rising Pune Supergiantનો સમાવેશ થાય છે.
ઘરેલુ ક્રિકેટમાં તેણે 7 ફર્સ્ટ-ક્લાસ અને 34 લિસ્ટ-એ મેચ રમી હતી, જ્યારે સમગ્ર T20 કારકિર્દીમાં 117 મેચમાં 115 વિકેટ પોતાના નામે કરી હતી. તેની નિવૃત્તિ બાદ ભારતીય ઘરેલુ ક્રિકેટમાં એક અનુભવી સ્પિનરના અધ્યાયનો અંત આવ્યો છે.
Retirement Alert !
– Indian leg-spinner Murugan Ashwin officially Announced his Retirement from Domestic Cricket & the IPL. He concluded a versatile Domestic and T20 Career that saw him represent Tamil Nadu as well as multiple IPL franchises including PBKS, MI, DD, RCB & RPS 🙌🏻 pic.twitter.com/xSineJfsAd
— Aswin Dugout 🏏 (@M_Aswin100) May 25, 2026
