ભારતના પૂર્વ ઓલરાઉન્ડર Robin Singhએ 16 વર્ષ લાંબા સંબંધ બાદ Mumbai Indians ફ્રેન્ચાઇઝીથી પોતાની રાહો અલગ કરવાનો નિર્ણય લીધો છે. રોબિન સિંહ વર્ષ 2010થી મુંબઈ ઇન્ડિયન્સના કોચિંગ અને સપોર્ટ સ્ટાફ સાથે જોડાયેલા હતા અને ટીમની સફળતાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને રોબિને આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. તેણે સ્પષ્ટ કર્યું કે હવે તેઓ માત્ર IPL ટીમ મુંબઈ ઇન્ડિયન્સથી જ નહીં, પરંતુ ILT20 લીગની ટીમ MI Emirates સાથે પણ જોડાયેલા નહીં રહે. જોકે, રોબિન 2022 પછીથી મુંબઈ ઇન્ડિયન્સના IPL સપોર્ટ સ્ટાફનો ભાગ નહોતા, પરંતુ વિદેશી લીગના સેટઅપ સાથે તેની ભૂમિકા ચાલુ હતી.
રોબિને પોતાની પોસ્ટમાં લખ્યું, “હું સત્તાવાર રીતે મુંબઈ ઇન્ડિયન્સથી અલગ થઈ રહ્યો છું. 2010થી શરૂ થયેલા આ અદ્ભુત પ્રવાસ દરમિયાન મળેલા પ્રેમ અને સપોર્ટ માટે સમગ્ર MI પરિવાર અને ફેન્સનો દિલથી આભાર. ફ્રેન્ચાઇઝીને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.” તેની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ ભાવુક બન્યા હતા અને ઘણા લોકોએ ટીમ માટે આપેલા યોગદાન બદલ તેની પ્રશંસા કરી હતી.
પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન સિંહે ભારત માટે 136 વનડે મેચોમાં 2336 રન બનાવ્યા હતા અને સાથે 69 વિકેટ પણ ઝડપી હતી. નિવૃત્તિ બાદ તેણે કોચિંગ ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી. તેઓ વિશ્વભરની અનેક T20 લીગ સાથે જોડાયેલા રહ્યા છે. IPLના પ્રથમ સીઝનમાં તેઓ ડેકન ચાર્જર્સના હેડ કોચ પણ રહ્યા હતા.
Robin Singh parts ways with Mumbai Indians after 15-year journey
Robin Singh officially parts ways with Mumbai Indians after 15 years, ending roles with both the IPL franchise and MI Emirates in the ILT20. He left IPL staff in 2022.https://t.co/22CoD0aTOm pic.twitter.com/8a3I4Bpu3G
— NationPress (@np_nationpress) May 15, 2026

