
ભારતીય ટી-20 ક્રિકેટમાં એક નવો અધ્યાય ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની ટી-20I શ્રેણી સાથે શરૂ થશે કારણ કે ટીમનો કેપ્ટન હવે વિરાટ કોહલી નહીં પરંતુ રોહિત શર્મા છે.
વિરાટે ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે અને તે હજુ પણ ભારતીય વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદીનું માનવું છે કે કોહલીએ હવે દરેક ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ. આફ્રિદીને લાગે છે કે કોહલીએ હવે ફક્ત તેની બેટિંગ પર ધ્યાન આપવું જોઈએ અને તે સુકાનીપદ હેઠળ આવું કરી શકશે નહીં.
શાહિદ આફ્રિદીએ શમા ટીવી પર વાત કરતા કહ્યું કે મને લાગે છે કે તે ભારતીય ક્રિકેટ માટે એક અદભૂત શક્તિ છે, પરંતુ મને લાગે છે કે તે ક્રિકેટના દરેક ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દે તો શ્રેષ્ઠ રહેશે. બીજી તરફ આફ્રિદીએ રોહિત શર્મા વિશે કહ્યું કે હું તેની સાથે IPLમાં ડેક્કન ચાર્જર્સ માટે રમ્યો છું અને તે ખૂબ જ શાનદાર ખેલાડી છે સાથે જ તેની શોટની પસંદગી પણ શાનદાર છે. જ્યાં જરૂર હોય ત્યાં તેઓ શાંત રહે છે, પરંતુ જ્યાં ગુસ્સો કરવાની જરૂર હોય ત્યાં તેઓ તેમ પણ કરે છે. તેને કેપ્ટન તરીકે તક મળવી જોઈતી હતી.
બીજી તરફ વિરાટ કોહલીની કેપ્ટનશીપ અંગે આફ્રિદીએ કહ્યું કે મને લાગે છે કે વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડીને બાકીના ક્રિકેટનો આનંદ લેવો જોઈએ. તે વિશ્વનો ટોચનો બેટ્સમેન છે અને સુકાની પદ છોડ્યા બાદ તે કોઈપણ દબાણ વગર મુક્તપણે રમી શકે છે. કેપ્ટન છોડવાને કારણે તે પોતાના ક્રિકેટનો ભરપૂર આનંદ માણી શકશે.
જો કે આ વખતે ચર્ચા થઈ રહી છે કે BCCI ટી-20 અને ODI ટીમ તેમજ ટેસ્ટ ટીમ માટે અલગથી કેપ્ટનની નિમણૂક કરી શકે છે. આવી સ્થિતિમાં કોહલી 2023માં યોજાનાર ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે કે કેમ તે અંગે શંકા છે.
