
ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વનડે અને પાંચ ટી -20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે પાકિસ્તાન પહોંચી છે. બંને વચ્ચે પ્રથમ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. 18 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ દ્વિપક્ષીય શ્રેણી રમવા પાકિસ્તાન આવી છે.
12 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર આવેલા શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન થિલાન સમરાવીરાએ આ પ્રવાસમાં ન્યુઝીલેન્ડની ટીમને બેટિંગ કોચ તરીકે સાથ આપ્યો છે.
માર્ચ 2009માં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમની બહાર શ્રીલંકન ટીમની બસ પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં સમરાવીરા ખરાબ રીતે ઘાયલ થયા હતા. આ હુમલામાં, એક ગોળી સમરવીરાની ડાબી જાંઘ પર 12 ઇંચ ઊંડી ઘૂસી ગઈ હતી. જેના કારણે તે ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો.
આ હુમલામાં તત્કાલીન કેપ્ટન મહેલા જયવર્દને સહિત શ્રીલંકાના છ ક્રિકેટરો ઘાયલ થયા હતા. એક ગોળી જયવર્દનેના પગની ઘૂંટીમાં વાગી હતી. આ પછી, ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન થઈ શક્યું નથી.
A warm welcome to the @BLACKCAPS
New Zealand have reached Islamabad for their three-match ODI and five-match T20I series against Pakistan. #PAKvNZ pic.twitter.com/qGQuPAcURy— Pakistan Cricket (@TheRealPCB) September 11, 2021
તમને જણાવી દઈએ કે, વનડે શ્રેણી 17, 19, 21 સપ્ટેમ્બરના રોજ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણ મેચની શ્રેણી હશે. ત્યારબાદ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 25, 26, 29 સપ્ટેમ્બર, 1 અને 3 ઓક્ટોબરે પાંચ ટી 20 મેચ રમાશે.
