ODIS

મિચેલ માર્શની ઈજાથી ઓસ્ટ્રેલિયાની ચિંતા વધી

પાકિસ્તાન સામેની વનડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કાર્યકારી કેપ્ટન Mitchell Marsh ટખાની ઈજાના કારણે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. તેની ગેરહાજરીમાં વિકેટકીપર-બેટ્સમેન Josh Inglisને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Cricket Australiaએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે માર્શ હાલમાં ઈજાથી સંપૂર્ણ રીતે સાજા નથી થયા અને તે આગળની સારવાર તથા તપાસ માટે પર્થમાં જ રહેશે. તેની બાંગ્લાદેશ પ્રવાસ માટેની ઉપલબ્ધતા અંગે નિર્ણય બાદમાં લેવામાં આવશે.

મિચેલ માર્શ IPL 2026માં Lucknow Super Giants તરફથી રમતા હતા. ઈજાના કારણે તે ટીમનો છેલ્લો લીગ મેચ રમી શક્યા નહોતા. 19 મેના રોજ Rajasthan Royals સામેની મેચ બાદ તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યા હતા, પરંતુ ટખાની સમસ્યાને કારણે હવે પાકિસ્તાન પ્રવાસ માટે ઉપલબ્ધ રહ્યા નથી.

માર્શે આ IPL સીઝનમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 13 મેચમાં 43.30ની સરેરાશથી 563 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 3 અડધી સદીઓનો સમાવેશ થાય છે. Royal Challengers Bengaluru સામે તેણે 111 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે Chennai Super Kings સામે 90 અને રાજસ્થાન સામે 96 રન નોંધાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી એટલા માટે પણ વધી છે કારણ કે નિયમિત કેપ્ટન Pat Cummins અને ઉપ-કેપ્ટન Travis Head IPL પ્લેઓફમાં વ્યસ્ત હોવાથી ટીમ સાથે જોડાઈ શકશે નહીં. ઉપરાંત, જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્ક જેવા મુખ્ય ઝડપી બોલરોને પણ આરામ આપવામાં આવ્યો છે.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝ 30 મે થી 4 જૂન દરમિયાન ઇસ્લામાબાદ અને લાહોરમાં રમાશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ બાંગ્લાદેશ પ્રવાસે જશે.

Exit mobile version