ક્રિકેટ જગતમાં ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ. આ સિરીઝનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને ખાસ વાત એ છે કે મેચો એ જ સમયગાળા દરમિયાન રમાશે જ્યારે IPL 2026ના પ્લેઓફ મુકાબલા ચાલી રહ્યા હશે. જેના કારણે અનેક IPL ટીમોની ચિંતા વધી ગઈ છે.
માહિતી મુજબ ઓસ્ટ્રેલિયન ટીમ આ મહિનાના અંતમાં પાકિસ્તાનના પ્રવાસે જશે. સિરીઝની શરૂઆત 30 મેના રોજ રાવલપિંડીમાં થનારા પ્રથમ વનડે સાથે થશે. ત્યારબાદ બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 2 જૂન અને 4 જૂને લાહોરમાં રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ 23 મેના રોજ ઇસ્લામાબાદ પહોંચે તેવી શક્યતા છે.
આ સિરીઝ આગામી ODI વર્લ્ડ કપની તૈયારીઓના દ્રષ્ટિકોણથી બંને ટીમો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે ટી20 સિરીઝ રમી હતી, જેમાં પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે બંને ટીમો વનડે ફોર્મેટમાં પોતાની તૈયારી ચકાસશે.
પરંતુ સૌથી મોટી ચર્ચા IPL પર થનારા અસરને લઈને છે. IPL લીગ સ્ટેજ પૂરો થઈ જશે, પરંતુ પ્લેઓફના મુકાબલા ચાલુ રહેશે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં પહોંચેલી ટીમોમાં સામેલ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન પ્રવાસે જશે કે IPLમાં પોતાની ફ્રેન્ચાઇઝી માટે રમવાનું ચાલુ રાખશે તે હજી સ્પષ્ટ નથી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ટૂંક સમયમાં ટીમની જાહેરાત કરશે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે કયા ખેલાડીઓ પાકિસ્તાન જશે અને કયા IPL સાથે જોડાયેલા રહેશે. હાલ માટે ક્રિકેટ ચાહકો અને IPL ટીમો બંને આ મામલે ઉત્સુકતાપૂર્વક નજર રાખી રહ્યા છે.
પાકિસ્તાન vs ઓસ્ટ્રેલિયા ODI સિરીઝ શેડ્યૂલ:
•30 મે – પ્રથમ ODI, રાવલપિંડી
•2 જૂન – બીજું ODI, લાહોર
•4 જૂન – ત્રીજું ODI, લાહોર
🚨 OFFICIAL SCHEDULE FOR AUSTRALIA TOUR OF PAKISTAN..!!!
30 May | First ODI | Rawalpindi.
2 June | 2nd ODI | Lahore.
4 June | Third ODI | Lahore.All matches timing 4.30 pm PST. pic.twitter.com/jfjOAxXzIS
— usman (@cricbyusman) May 7, 2026

