ભારત સામે રમાયેલી ત્રીજી વનડે મેચ બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન Hashmatullah Shahidi હાશમતુલ્લાહ શાહિદીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સત્તાવાર ઠપકો (Official Reprimand) અને એક ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો છે. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન શાહિદીએ ICC આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ICC અનુસાર શાહિદી પર આ કાર્યવાહી પિચના સુરક્ષિત વિસ્તારમાં વારંવાર દોડવા બદલ કરવામાં આવી છે. મેચ દરમિયાન તેને બે વખત અનૌપચારિક રીતે ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ 31મી ઓવરમાં સત્તાવાર ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમ છતાં તેણે 40મી ઓવરમાં ફરી એ જ ભૂલ દોહરાવી, જેના કારણે અફઘાનિસ્તાનની ટીમને પાંચ પેનલ્ટી રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પાંચ રન ભારતને આપવામાં આવ્યા હતા.
ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.10.10 મુજબ બેટર દ્વારા પિચને જાણીને અથવા ટાળી શકાય તેવી રીતે નુકસાન પહોંચાડવું ગુનો ગણાય છે. આ જોગવાઈ હેઠળ શાહિદી દોષી ઠર્યા હતા. આ ઉપરાંત તેના શિસ્તબદ્ધ રેકોર્ડમાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. જોકે છેલ્લા 24 મહિનામાં આ તેનો પ્રથમ ગુનો હોવાથી તેને માત્ર સત્તાવાર ઠપકો આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ મેચમાં શાહિદીએ શાનદાર 102 રનની સદી ફટકારી હતી, જે તેમની વનડે કારકિર્દીની પ્રથમ સદી હતી. તેમ છતાં તેની ઇનિંગ્સ અફઘાનિસ્તાનને જીત અપાવવામાં નિષ્ફળ રહી અને ભારતે મેચ જીતીને શ્રેણી 3-0થી પોતાના નામે કરી હતી.
આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિયમોનું પાલન કરવું કેટલું મહત્વપૂર્ણ છે અને નાની ભૂલ પણ ટીમને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
🚨 Hashmatullah Shahidi docked one demerit point
The Afghanistan skipper has been reprimanded by the ICC after running on the pitch despite an official warning during the 3rd ODI against India#INDvsAFG pic.twitter.com/gKfwXleAu7
— Cricbuzz (@cricbuzz) June 21, 2026

