ODIS

IndvsBan: ઋષભ પંતને અચાનક ODI શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો

આજે ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

તે જ સમયે, વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. તેને બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી ન હતી. જ્યારે અક્ષર પટેલ પ્રથમ વનડે માટે ઉપલબ્ધ નહોતો.

પંતને બીસીસીઆઈની મેડિકલ ટીમ સાથે પરામર્શ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યો છે અને તેની બદલીની કોઈ માંગ કરવામાં આવી નથી. બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું, ‘બીસીસીઆઈની મેડિકલ ટીમની સલાહ લઈને રિષભ પંતને ઓડીઆઈ ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તે ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ સાથે જોડાશે. કોઈ બદલી કરવામાં આવી નથી. તે જ સમયે, ડાબોડી સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. સૂત્રોના જણાવ્યા અનુસાર નેટ્સમાં બેટિંગ કરતી વખતે અક્ષરને તેની પાંસળીમાં ઈજા થઈ હતી અને તે તેમાંથી સાજો થઈ રહ્યો છે.

પંતને ટીમમાંથી બહાર કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી પરંતુ તે ટીમમાં એકમાત્ર એવો ખેલાડી હતો જેણે તમામ ફોર્મેટ રમ્યો હતો અને ગયા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ બાદ તેને બ્રેક આપવામાં આવ્યો ન હતો.

Exit mobile version