ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓપનર રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે રમાનારી ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં રોહિત નેટ્સમાં લાંબા સમય સુધી બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ઈજામાંથી સંપૂર્ણપણે સાજા થયા બાદ રોહિત ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં મેદાન પર પરત ફર્યો હોવાનું જોવા મળ્યું છે.
નેટ સેશન દરમિયાન રોહિતે સીધી ડ્રાઇવ, કવર ડ્રાઇવ, પુલ અને ફ્લિક જેવા શોટ્સ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રમ્યા હતા. બેટિંગ દરમિયાન તેની ફૂટવર્ક અને ટાઈમિંગ પણ સારી દેખાઈ હતી, જેના કારણે ટીમ મેનેજમેન્ટ અને ભારતીય ચાહકોને મોટી રાહત મળી છે. ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામેની સિરીઝ પહેલાં રોહિતનું ફોર્મમાં હોવું ભારત માટે સારા સંકેત માનવામાં આવી રહ્યું છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચોની વન-ડે સિરીઝ 14 જુલાઈથી શરૂ થશે. આ સિરીઝ માટે રોહિત શર્માનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તે ટોચના ક્રમે બેટિંગ કરતો જોવા મળશે. ટીમમાં વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને અન્ય અનુભવી ખેલાડીઓ પણ સામેલ છે, જેના કારણે ભારતીય બેટિંગ લાઇનઅપ વધુ મજબૂત બની છે.
રોહિત શર્માએ છેલ્લી વન-ડે સિરીઝમાં અફઘાનિસ્તાન સામે 16, 48 અને રનની ઇનિંગ્સ રમી હતી અને હવે તે ઈંગ્લેન્ડ સામે વધુ મોટી ઇનિંગ્સ રમવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. એકદિવસીય ક્રિકેટમાં રોહિતના નામે 33 સદી સહિત 11 હજારથી વધુ રન નોંધાયેલા છે. તેની 264 રનની ઐતિહાસિક ઇનિંગ્સ આજે પણ વન-ડે ક્રિકેટનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. ચાહકોને આશા છે કે ‘હિટમેન’ ઈંગ્લેન્ડ સામે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજમાં જોવા મળશે અને ભારતને સિરીઝ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
Grind begins for the Hitman, Rohit Sharma ahead of the ODI series against England 🔥🏏#RohitSharma #ODIs #INDvsENG #Insidesport #CricketTwitter pic.twitter.com/gF1gbizajf
— InsideSport (@InsideSportIND) July 6, 2026

