ODIS

39 વર્ષની ઉંમરે રોહિત શર્મા રચશે ઇતિહાસ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન Rohit Sharma અફઘાનિસ્તાન સામે શરૂ થનારી વનડે શ્રેણીમાં એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવવા જઈ રહ્યા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી ત્રણ મેચોની વનડે શ્રેણી રમાવાની છે અને આ શ્રેણીની પ્રથમ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ રોહિત ભારતીય ક્રિકેટના 37 વર્ષ જૂના રેકોર્ડને પાછળ છોડી દેશે.

હાલમાં ભારત માટે વનડે ક્રિકેટ રમનાર સૌથી વયસ્ક ખેલાડીનો રેકોર્ડ Mohinder Amarnathના નામે છે. અમરનાથે 1989માં 39 વર્ષ અને 36 દિવસની ઉંમરે ભારત માટે પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી. હવે રોહિત શર્મા જ્યારે અફઘાનિસ્તાન સામેની પ્રથમ વનડેમાં મેદાન પર ઉતરશે ત્યારે તેની ઉંમર 39 વર્ષ અને 44 દિવસની હશે, જેના કારણે તેઓ ભારત માટે વનડે રમનાર સૌથી વધુ વયના ખેલાડી બની જશે.

રોહિત માટે આ શ્રેણી માત્ર રેકોર્ડ બનાવવાની જ નહીં પરંતુ લાંબા વિરામ બાદ વનડે ક્રિકેટમાં વાપસી કરવાની તક પણ હશે. તેણે છેલ્લે જાન્યુઆરી 2026માં ન્યૂઝીલેન્ડ સામે વનડે મેચ રમી હતી અને ત્યારબાદ તેઓ આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટથી દૂર રહ્યા હતા. હવે અફઘાનિસ્તાન સામે તેમની વાપસી પર તમામ ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.

ભારતીય ટીમના સૌથી સફળ ઓપનરોમાં સામેલ રોહિત શર્માના નામે વનડે ક્રિકેટમાં અનેક વિશ્વ રેકોર્ડ નોંધાયેલા છે. સૌથી વધુ ત્રણ ડબલ સદી ફટકારનાર ખેલાડી અને વનડે ઇતિહાસનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર (264) પણ તેના નામે છે. હવે તેઓ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરીને ભારતીય ક્રિકેટના રેકોર્ડ બુકમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા તૈયાર છે.

અફઘાનિસ્તાન સામેની શ્રેણીની શરૂઆત સાથે જ ક્રિકેટ ચાહકોને માત્ર રોહિતની બેટિંગ જ નહીં પરંતુ તેમના નામે નોંધાનારા આ વિશેષ રેકોર્ડની પણ આતુરતાથી રાહ રહેશે.

Exit mobile version