બાંગ્લાદેશે ઑસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં પ્રથમ વખત દ્વિપક્ષીય શ્રેણી જીતવાનો ઇતિહાસ રચ્યો છે, પરંતુ આ ઐતિહાસિક જીત વચ્ચે ટીમ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન Mehidy Hasan Miraz મહેદી હસન મિરાઝને મેચ દરમિયાન માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ઢાકામાં રમાયેલી બીજી વનડેમાં બાંગ્લાદેશ લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું ત્યારે ઑસ્ટ્રેલિયાના ઝડપી બોલર રિલી મેરેડિથની એક બાઉન્સર સીધી મિરાઝના હેલ્મેટ પર વાગી હતી. બોલ વાગતા જ મિરાઝ પિચ પર ઘૂંટણિયે બેસી ગયા હતા અને તાત્કાલિક તબીબી ટીમ મેદાન પર પહોંચી હતી. ત્યારબાદ તેની કન્કશન (માથાની ઈજા) માટે તપાસ કરવામાં આવી હતી.
ઘટના બાદ થોડો સમય સારવાર મળ્યા પછી મિરાઝે હિંમત દાખવીને પોતાની ઇનિંગ્સ ચાલુ રાખી હતી. તેણે મહત્વપૂર્ણ સમયે એક શાનદાર છગ્ગો પણ ફટકાર્યો અને ટીમને જીતની નજીક પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશે આ મેચ જીતીને શ્રેણીમાં અણમોલ સફળતા મેળવી હતી.
મેચ પૂર્ણ થયા બાદ સાવચેતીના ભાગરૂપે મિરાઝને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ફિઝિયોએ જણાવ્યું કે તેની સ્થિતિ હાલ સ્થિર છે અને તેઓ જોખમની બહાર છે. તેમ છતાં ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે જેથી કોઈ ગંભીર અસર ન થાય તેની ખાતરી કરી શકાય.
બાંગ્લાદેશના ચાહકો માટે રાહતની વાત એ છે કે મિરાઝ હાલ સુરક્ષિત છે, પરંતુ આગામી મેચોમાં તેની ઉપલબ્ધતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. ટીમ મેનેજમેન્ટ તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે.
🚨 Concern for Mehidy Hasan Miraz.
After suffering a serious blow to the head, Miraz is being taken to hospital for urgent medical assessment. He also vomited on the field following the incident.
Wishing him a speedy recovery. 🙏🇧🇩#BangladeshCricket #BANvAUS pic.twitter.com/kysOi7dkwN
— Shadman Sakib Arnob (@arnuX05) June 11, 2026

