અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત પ્રવાસ માટે ટેસ્ટ અને વનડે ટીમોની જાહેરાત કરી છે. અનુભવી બેટ્સમેન Hashmatullah Shahidiને બંને ફોર્મેટમાં ટીમની કમાન સોંપવામાં આવી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6 જૂનથી એકમાત્ર ટેસ્ટ અને ત્યારબાદ ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે.
આ પ્રવાસનો સૌથી મોટો ચર્ચાનો વિષય સ્ટાર સ્પિનર Rashid Khanનું ટેસ્ટ ટીમમાંથી બહાર રહેવું છે. પીઠની સમસ્યાને કારણે ડૉક્ટરોએ તેમને લાંબા ફોર્મેટથી દૂર રહેવાની સલાહ આપી હોવાનું જણાવાયું છે. જોકે, રશીદ ખાન વનડે સિરીઝ માટે ટીમમાં સામેલ છે, જેના કારણે અફઘાનિસ્તાનની બોલિંગ વધુ મજબૂત બનશે.
ટેસ્ટ ટીમમાં કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. નંગયાલ ખરોટાઈ, બિલાલ સામી અને રહમાનુલ્લાહ જદરાનને પ્રથમ વખત ટેસ્ટ સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. જ્યારે કાઈસ અહમદની ટીમમાં વાપસી થઈ છે. બેટિંગ વિભાગમાં રહમત શાહ, રહમાનુલ્લાહ ગુરબાઝ અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ પર મોટી જવાબદારી રહેશે.
વનડે ટીમમાં અનુભવી ઓલરાઉન્ડર Mohammad Nabiની સાથે ઇબ્રાહિમ જદરાન અને AM ગઝનફર જેવા ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. યુવા સ્પિનર ગઝનફરે IPL 2026માં શાનદાર પ્રદર્શન બાદ ટીમમાં પોતાની જગ્યા મજબૂત બનાવી છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ ન્યૂ ચંડીગઢમાં રમાશે, જ્યારે વનડે સિરીઝની મેચો ધર્મશાલા, લખનઉ અને ચેન્નઈમાં યોજાશે. ક્રિકેટ ચાહકો માટે આ સિરીઝ ખૂબ જ રસપ્રદ બનવાની શક્યતા છે.
Afghanistan Cricket Board (ACB) has announced the nation’s squads for the upcoming Test and ODI series against India national cricket team, with Hashmatullah Shahidi set to captain both sides.
Read more at: https://t.co/cbKf58BAdW#ArianaNews #Afghanistan #Cricket #AFGvIND pic.twitter.com/xGDmkK4tXT
— Ariana News (@ArianaNews_) May 27, 2026

