ભારતીય ક્રિકેટનો યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી ફરી એકવાર પોતાના વર્તનને કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં ભારત ‘A’ અને શ્રીલંકા ‘A’ વચ્ચે રમાયેલી ટ્રાય સિરીઝની મેચ બાદ શ્રીલંકન ખેલાડી સાથે થયેલી ધક્કામુક્કીના કારણે વૈભવ વિવાદોમાં ઘેરાયો છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે મેદાન પર વૈભવનો ગુસ્સો જોવા મળ્યો હોય. અગાઉ પાકિસ્તાન સામેની અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પણ તે વિવાદનો ભાગ બન્યો હતો.
અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાને 347 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. આ મોટા લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમને વૈભવ સૂર્યવંશીએ આક્રમક શરૂઆત અપાવી હતી. તેણે માત્ર 9 બોલમાં 25 રન ફટકાર્યા હતા, પરંતુ ત્યારબાદ પાકિસ્તાની ઝડપી બોલર અલી રઝાએ તેને આઉટ કર્યો હતો. વિકેટ મળ્યા બાદ અલી રઝાએ આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી, જે વૈભવને પસંદ આવી નહોતી. પેવેલિયન તરફ જતાં વૈભવે બોલર તરફ કેટલાક શબ્દો બોલ્યા અને પોતાનો જૂતો બતાવીને નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયો હતો.
હવે શ્રીલંકા ‘A’ સામેની મેચમાં પણ વૈભવનું નામ વિવાદ સાથે જોડાયું છે. સુપર ઓવરમાં ભારતને 17 રનની જરૂર હતી, પરંતુ ટીમ લક્ષ્ય હાંસલ કરી શકી નહોતી. મેચ બાદ ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા ત્યારે શ્રીલંકન ખેલાડી સાથે વૈભવની બોલાચાલી થઈ અને મામલો ધક્કામુક્કી સુધી પહોંચી ગયો.
મેદાન પરની આ સતત ઘટનાઓને કારણે વૈભવ સૂર્યવંશીના વર્તન અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એક તરફ તેની બેટિંગ પ્રતિભા સૌને પ્રભાવિત કરી રહી છે, તો બીજી તરફ મેદાન પરનો આક્રમક સ્વભાવ તેના માટે મુશ્કેલી સર્જી શકે છે.
🚨 VAIBHAV SURYAVANSHI VS ALI RAZA FIGHT 🚨
– Vaibhav Suryavanshi had a clash with Pakistani fast bowler Ali Raza 😨
Vaibhav Suryavanshi says – “Your status is no better than my shoes” 😯#INDvsPAK #Pakistan #vaibhavsuryavanshi
— Hariom kamad (@Harrykamad264) December 21, 2025

