એશિયા કપ 2023ની ફાઈનલ બાદ ડાબોડી બેટ્સમેન ઈશાન કિશને વિરાટ કોહલીની નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇશાન કિશને બાકીની ટીમને બતાવ્યું કે વિરાટ કોહલી કેવી રીતે ચાલે છે.
ઈશાન કિશન થોડે દૂર ચાલ્યો, જેને જોઈને અન્ય ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે, વિરાટ કોહલીએ ઈશાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
જ્યારે ઈશાન કિશને વિરાટની નકલ કરતા ચાલવાનું પૂરું કર્યું અને તે ટીમના બાકીના ખેલાડીઓ પાસે પાછો આવ્યો, આ પછી વિરાટે પણ ઈશાન કિશનની નકલ કરી અને જણાવ્યું કે ઈશાન કિશન કેવી રીતે ચાલે છે. આ પછી ઈશાન કિશને ફરી વિરાટ કોહલીની નકલ કરી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે એશિયા કપ 2023 વિરાટ કોહલી અને ઈશાન કિશન માટે સારો રહ્યો.
Ishan Kishan mimics Virat Kohli's walk. (Rohit Juglan).
Virat Kohli counters it later! pic.twitter.com/1UWc7aaNsP
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023