IPL 2026ના રોમાંચક સમાપન બાદ હવે ક્રિકેટ ચાહકોની નજર ટીમ ઈન્ડિયાના આગામી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ પર છે. ભારતીય ટીમ જૂન મહિનામાં સતત ક્રિકેટ રમતી જોવા મળશે, જેમાં પ્રથમ અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ટેસ્ટ અને ODI સિરીઝ રમાશે, ત્યારબાદ ટીમ આયર્લેન્ડના પ્રવાસે જશે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સિરીઝની શરૂઆત 6 જૂનથી એકમાત્ર ટેસ્ટ મેચ સાથે થશે. આ મુકાબલો ન્યૂ ચંડીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં 6થી 10 જૂન દરમિયાન રમાશે. ખાસ વાત એ છે કે આ મેદાન પર પહેલીવાર ટેસ્ટ ક્રિકેટનું આયોજન થવાનું છે.
ટેસ્ટ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની ODI સિરીઝ રમાશે. પ્રથમ ODI 13 જૂને ધર્મશાલામાં, બીજી 17 જૂને લખનૌમાં અને ત્રીજી 20 જૂને ચેન્નઈમાં યોજાશે. આ સિરીઝ આગામી 2027 વર્લ્ડ કપની તૈયારીઓના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અફઘાનિસ્તાન સામેની સિરીઝ બાદ ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે જશે. ત્યાં બે મેચોની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ રમાશે. પ્રથમ T20 મેચ 26 જૂને અને બીજી 28 જૂને બેલફાસ્ટમાં યોજાશે. આ ટૂંકી સિરીઝમાં યુવા ખેલાડીઓને તક મળવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જૂન 2026માં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ:
6-10 જૂન: ભારત vs અફઘાનિસ્તાન, એકમાત્ર ટેસ્ટ (ન્યૂ ચંડીગઢ)
13 જૂન: પ્રથમ ODI (ધર્મશાલા)
17 જૂન: બીજી ODI (લખનૌ)
20 જૂન: ત્રીજી ODI (ચેન્નઈ)
26 જૂન: પ્રથમ T20 vs આયર્લેન્ડ (બેલફાસ્ટ)
28 જૂન: બીજી T20 vs આયર્લેન્ડ (બેલફાસ્ટ)

