પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર અને ODI ટીમના કેપ્ટન શાહીન શાહ આફ્રિદીએ નેશનલ ચેમ્પિયન્સ કપ 2026ની ફાઇનલમાં શાનદાર બોલિંગ કરીને પાકિસ્તાન ગોલ્ડને ખિતાબ અપાવ્યો છે. મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાન ગોલ્ડે પાકિસ્તાન ગ્રીન્સને 101 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. શાહીને આ મુકાબલામાં હેટ્રિક સહિત કુલ 7 વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને પાકિસ્તાન ગોલ્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 50 ઓવરમાં 340 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. ઓપનર શમાઇલ હુસૈને 111 રનની ઝડપી સદી ફટકારી હતી, જ્યારે સાદ ખાન 112 રનની શાનદાર ઇનિંગ સાથે ટીમના સ્કોરને 300ની પાર લઈ ગયો હતો. બંને બેટર્સે 11-11 ચોગ્ગા અને 4-4 છગ્ગા ફટકાર્યા હતા.
341 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન ગ્રીન્સે શરૂઆતમાં સારો દેખાવ કર્યો હતો. સાદ બેગે 67 અને ઓમૈર બિન યુસુફે 44 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. એક સમયે ગ્રીન્સનો સ્કોર 143 રન પર માત્ર એક વિકેટ હતો, પરંતુ ત્યારબાદ ટીમની બેટિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ.
આ દરમિયાન શાહીન આફ્રિદી ગ્રીન્સના બેટર્સ માટે કાળ બનીને આવ્યો. તેણે પહેલા મહત્વની વિકેટો ઝડપી અને ત્યારબાદ 38મી ઓવરમાં સતત ત્રણ બોલમાં મેહરાન મુમતાઝ, સલમાન મિર્ઝા અને મોહમ્મદ હસનૈનને આઉટ કરીને શાનદાર હેટ્રિક પૂર્ણ કરી. તેની આ ઘાતક બોલિંગના કારણે પાકિસ્તાન ગ્રીન્સ 37.3 ઓવરમાં 239 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
શાહીને 8.3 ઓવરમાં માત્ર 36 રન આપીને 7 વિકેટ ઝડપી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ પ્રદર્શન તેની લિસ્ટ-A કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન પણ બન્યું.
આ જીત સાથે પાકિસ્તાન ગોલ્ડે ચેમ્પિયન્સ કપનો ખિતાબ શાનદાર અંદાજમાં પોતાના નામે કર્યો છે.
Pakistan Ka Shaheen
Pakistan Ka Champion 🏆#ShaheenShahAfridi leads Pakistan Gold to the National Champions Cup title and finishes the final with a HAT-TRICK.That’s how you lead a side. 🫡#ChampionsCup #MoreThanAthletes #RiseAndRise pic.twitter.com/4JINL3PTwU
— Saya Corporation (@SayaCorps) August 18, 2026

