OTHER LEAGUES

153.6 KMPHની તોફાની ગતિ

ઉત્તર પ્રદેશ T20 લીગ 2026માં ભારતીય યુવા ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ પોતાની ખતરનાક ગતિથી ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. 23 ઓગસ્ટે રમાયેલી મેચમાં મેરઠ મેવેરિક્સના આ ઝડપી બોલરે 153.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવી દીધા હતા. આ તોફાની બોલ પર ગોરખપુર લાયન્સના બેટર પ્રિન્સ યાદવ પોતાનો વિકેટ ગુમાવી બેઠા હતા.

કાર્તિકની આ બોલિંગ માત્ર ઝડપ પૂરતી સીમિત નહોતી, પરંતુ તે વિકેટ અપાવનારી પણ સાબિત થઈ હતી. પ્રિન્સ યાદવનો કેચ મેરઠ મેવેરિક્સના કેપ્ટન રિંકુ સિંહે પકડ્યો હતો. એટલે એક ભારતીય ખેલાડીએ બીજા ભારતીય ખેલાડીની તોફાની ગતિ સામે વિકેટ ગુમાવી હતી.

કાર્તિક ત્યાગી માટે આ પહેલી વખત નથી જ્યારે તેમણે પોતાની સ્પીડથી ચર્ચા જગાવી હોય. આ પહેલાં 21 ઓગસ્ટે નોઇડા કિંગ્સ સામે તેણે લગભગ 149 KMPHની ઝડપે ઘાતક યોર્કર ફેંકીને શૌર્ય સિંહના સ્ટમ્પ ઉડાવી દીધા હતા. આ મેચમાં તેમણે ત્રણ વિકેટ લઈને મેરઠની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

IPL 2026માં પણ કાર્તિકે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 13 મેચમાં 18 વિકેટ ઝડપી હતી અને તેની ઇકોનોમી 9.76 રહી હતી.

કાર્તિક ત્યાગીની સતત વધી રહેલી ઝડપ અને વિકેટ લેવાની ક્ષમતા ભારતીય ક્રિકેટ માટે સારા સંકેત માનવામાં આવી રહી છે. જો તે પોતાની ફિટનેસ અને પ્રદર્શનની આ જ લય જાળવી રાખે છે, તો ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે તે મજબૂત દાવેદાર બની શકે છે.

Exit mobile version