OTHER LEAGUES

AMO માટે વાપસીની તક

AFG T20 Cup 2026માં આજે Amo Region (AMO) અને Band-e-Amir (BEA) વચ્ચે ટૂર્નામેન્ટનો 20મો મુકાબલો કુંદુઝ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાનો છે. બંને ટીમો માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે પ્લેઓફની રેસ વધુ રસપ્રદ બની રહી છે.

Amo Regionએ ટૂર્નામેન્ટની શરૂઆત શાનદાર રીતે કરી હતી, પરંતુ ત્યારબાદ સતત ત્રણ હારને કારણે ટીમ હવે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. છેલ્લા મુકાબલામાં AMOને Boost Region સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ Band-e-Amirની ટીમ પણ છેલ્લા મુકાબલામાં Speen Ghar Region સામે 6 વિકેટે હારી હતી, છતાં 3 જીત અને 6 પોઇન્ટ સાથે ટીમ હાલમાં બીજા સ્થાને છે.

કુંદુઝ ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટ્સમેન અને બોલર બંને માટે સંતુલિત માનવામાં આવે છે. અત્યાર સુધી અહીં રમાયેલા 11 T20 મુકાબલામાં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 161 રહ્યો છે. પેસ બોલરોને આ પિચ પરથી વધુ મદદ મળતી હોવાથી શરૂઆતની ઓવરો મેચનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે.

Band-e-Amir માટે Mohammad Haroon Khan અને Hazratullah Zazai મુખ્ય બેટ્સમેન રહેશે. હરૃન ખાને અત્યાર સુધી 150થી વધુ સ્ટ્રાઈક રેટથી 208 રન બનાવ્યા છે. બોલિંગમાં Abdullah Ahmadzai અને Izharulhaq Naveed ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ક્રિકેટ નિષ્ણાતોના અનુમાન મુજબ Band-e-Amirની ટીમ આ મેચમાં થોડું આગળ માનવામાં આવી રહી છે. AMO માટે આ મુકાબલો ટૂર્નામેન્ટમાં વાપસી કરવાની મોટી તક હશે, જ્યારે BEA પોતાની જીતની લય જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.

Exit mobile version