OTHER LEAGUES

ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે એવો નજારો

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા T20 Blast 2026 દરમિયાન એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. 24 મેના રોજ રમાયેલા મિડલસેક્સ અને સરે વચ્ચેના મુકાબલામાં મિડલસેક્સના બેટ્સમેન Ryan Higgins અજીબોગરીબ રીતે હિટ વિકેટ આઉટ થયા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મેચ દરમિયાન મિડલસેક્સની ઇનિંગ્સનો 15મો ઓવર Tom Curran ફેંકી રહ્યા હતા. ઓવરની ત્રીજી બોલ પર રાયન હિગિન્સે બેકફૂટ ડ્રાઇવ રમવાનો પ્રયાસ કર્યો અને તરત જ રન લેવા દોડ્યા. જોકે દોડતી વખતે તેનું સંતુલન બગડ્યું અને તેના હાથમાંથી બેટ છૂટી ગયો. આશ્ચર્યની વાત એ હતી કે બેટ સીધો સ્ટમ્પ્સ સાથે અથડાયો, જેના કારણે અમ્પાયરે તરત જ તેને હિટ વિકેટ આઉટ જાહેર કર્યા.

ક્રિકેટમાં હિટ વિકેટના અનેક કિસ્સા જોવા મળે છે, પરંતુ બેટ હાથમાંથી છૂટી જઈ સ્ટમ્પ્સ પર લાગવાથી આઉટ થવાની ઘટના બહુ જ દુર્લભ માનવામાં આવે છે. આઉટ થયા બાદ હિગિન્સ પોતે પણ આશ્ચર્યમાં દેખાયા હતા. તેણે આ મેચમાં 16 બોલમાં માત્ર 13 રન બનાવ્યા હતા, જેમાં એક ચોગ્ગો સામેલ હતો.

મેચની વાત કરીએ તો Surrey County Cricket Club એ આ મુકાબલો 6 વિકેટે જીતી લીધો હતો. મિડલસેક્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવ્યા હતા. જવાબમાં સરેએ 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કરી લીધું. સરે માટે Sam Curran એ શાનદાર બેટિંગ કરતાં 47 બોલમાં 71 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા.

Exit mobile version