CPL 2026માં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફે પોતાની તોફાની ગતિથી ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું છે. એન્ટિગુઆ એન્ડ બાર્બુડા ફાલ્કન્સ તરફથી રમતા જોસેફે ગયાના એમેઝોન વોરિયર્સના બેટ્સમેન ગ્લેન ફિલિપ્સને 150.8 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને પેવેલિયન મોકલી દીધો. આ બોલનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે.
મેચની બીજી ઓવરની ચોથી બોલ પર જોસેફે 150.8 કિમી પ્રતિ કલાકની ઝડપે ખતરનાક શોર્ટ બોલ નાખ્યો હતો. ફિલિપ્સે ક્રિઝમાંથી પાછળ હટીને પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલની ઝડપ અને ઉછાળ સામે તે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો. બોલ બેટની ઉપરની કિનારી સાથે અથડાઈને બેકવર્ડ પોઈન્ટ તરફ હવામાં ગયો, જ્યાં કરીમા ગોરેએ પાછળ દોડીને શાનદાર કેચ પકડ્યો. ફિલિપ્સ 8 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો.
જો કે, જોસેફની આ શાનદાર બોલિંગ છતાં એન્ટિગુઆ એન્ડ બાર્બુડા ફાલ્કન્સને મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ફાલ્કન્સની ટીમ પ્રથમ બેટિંગ કરતા 17 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ગયાના એમેઝોન વોરિયર્સે માત્ર 9.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 121 રન બનાવીને મેચ જીતી લીધી. આ જીત સાથે ગયાના ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ.
અલ્ઝારી જોસેફની આ ગતિએ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં પણ નવી ચર્ચા શરૂ કરી છે. તાજેતરમાં હેડ કોચ ડેરેન સેમીએ જણાવ્યું હતું કે જોસેફે પાકિસ્તાન સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટે પસંદગીથી પોતાને દૂર રાખ્યો હતો. પરંતુ CPLમાં 150 કિમીથી વધુની ઝડપે તેની અસરકારક બોલિંગ જોઈને ચાહકો ટીમ મેનેજમેન્ટના નિર્ણય અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
Alzarri Joseph produces an absolute thunderbolt at 150.8 KPH to dismiss Glenn Phillips.🔥
pic.twitter.com/Ywackwl8XK— CricHive (@CricHive_pk) August 24, 2026
