OTHER LEAGUES

અશ્વિનની ક્રિકેટમાં ફરી ધમાકેદાર એન્ટ્રી

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર Ravichandran Ashwin ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જોકે આ વખતે તે પોતાની કમેન્ટ્રી કે યુટ્યુબ નિવેદનોને કારણે નહીં, પરંતુ નવી કેપ્ટનસી ભૂમિકાને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અશ્વિન હવે યુરોપમાં શરૂ થનારી નવી T20 લીગ ETPL (European T20 Premier League)માં ટીમનું નેતૃત્વ કરતા જોવા મળી શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ અશ્વિને વિદેશી લીગોમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે ઘૂંટણની ઈજાના કારણે તે Big Bash Leagueમાં ભાગ લઈ શક્યા નહોતા, પરંતુ હવે તે અમેરિકાની Major League Cricketમાં San Francisco Unicorns તરફથી રમવાના છે. આ વચ્ચે ETPLમાં તેમની એન્ટ્રી અને કેપ્ટનસીની ચર્ચાએ ચાહકોમાં ઉત્સાહ વધાર્યો છે.

રિપોર્ટ મુજબ અશ્વિનને ‘Dublin Guardians’ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે આ ફ્રેન્ચાઇઝીના માલિક પૂર્વ ભારતીય હેડ કોચ Rahul Dravid છે. દ્રવિડે ETPL સાથે જોડાવાનું મુખ્ય કારણ યુરોપમાં ક્રિકેટના વિકાસ અને યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવાનું ગણાવ્યું છે.

ETPL આયરલૅન્ડ, ક્રિકેટ સ્કોટલૅન્ડ અને રોયલ ડચ ક્રિકેટ એસોસિએશનના સહયોગથી શરૂ થવા જઈ રહી છે. આ લીગમાં વિશ્વભરના ઘણા સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે. Mitchell Marsh, Glenn Maxwell, Faf du Plessis, Mitchell Santner, Liam Livingstone અને Heinrich Klaasen જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લે તેવી શક્યતા છે.

યુરોપિયન ક્રિકેટને નવી ઓળખ આપવાના હેતુથી શરૂ થનારી આ લીગમાં અશ્વિનની કેપ્ટનસી ચાહકો માટે ખાસ આકર્ષણ બની શકે છે.

Exit mobile version