પાકિસ્તાનમાં જન્મેલા અને યુએઈ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા બેટર આસિફ ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહેતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ તેમના પર 15 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. 36 વર્ષીય આસિફ ખાનને પ્રતિબંધિત એનાબોલિક સ્ટેરોઇડના ઉપયોગના મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે.
ICCના જણાવ્યા અનુસાર, 8 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવેલા ડોપ ટેસ્ટમાં આસિફ ખાનના સેમ્પલમાં મેટેસ્ટેરોન સાથે સંબંધિત મેટાબોલાઇટ મળી આવ્યો હતો. આ પદાર્થ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. આસિફે ICCના એન્ટી-ડોપિંગ કોડના નિયમ 2.1ના ઉલ્લંઘનની વાત સ્વીકારી છે અને સજા પણ સ્વીકારી છે.
આસિફ પર લાગેલો પ્રતિબંધ 8 સપ્ટેમ્બર 2025થી લાગુ માનવામાં આવ્યો છે અને 7 ડિસેમ્બર 2026 સુધી રહેશે. જોકે, 8 ઓક્ટોબરથી તેને ટીમ સાથે ટ્રેનિંગ કરવાની તથા ક્લબ અથવા ICC સભ્ય સંસ્થાની સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેની વાપસી માટે તેઓ 8 ડિસેમ્બર 2026થી જ પાત્ર બનશે.
આસિફ ખાન યુએઈના મહત્વના બેટર્સમાં ગણાય છે. તેણે 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ 38 વનડે અને 56 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. કુલ 94 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. 38 વનડેમાં તેના નામે 1,270 રન છે, જેમાં ત્રણ સદી અને સાત અડધી સદી સામેલ છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 1,302 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ લગભગ 138નો રહ્યો છે.
આસિફ 2017માં યુએઈ ગયા હતા. તે પહેલાં તેણે પાકિસ્તાનના સ્થાનિક ક્રિકેટમાં 32 ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી હતી. હવે ડોપિંગ મામલે લાગેલા પ્રતિબંધને કારણે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર મોટો પ્રશ્ન ઊભો થયો છે.
क्रिकेटर आसिफ खान पर लगा 15 महीने का बैन, ICC एंटी-डोपिंग कोड का उल्लंघन करने पर ICC की बड़ी कार्रवाईhttps://t.co/qU0xmbIXy3
— India TV (@indiatvnews) August 27, 2026

