OTHER LEAGUES

15 રનમાં 3 વિકેટ લઈને બન્યો પ્લેયર ઓફ ધ મેચ

દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં ભારતીય ઝડપી બોલર મયંક યાદવે પોતાની ઘાતક ગતિથી ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઈસ્ટ દિલ્હી રાઇડર્સ તરફથી રમતા મયંક યાદવે ન્યૂ દિલ્હી ટાઈગર્સ સામે શાનદાર બોલિંગ કરીને ટીમને સિઝનની પ્રથમ જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે માત્ર 15 રન આપીને ત્રણ મહત્વની વિકેટ ઝડપી અને તેપ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા DPL 2026ના 30મા મુકાબલામાં ઈસ્ટ દિલ્હી રાઇડર્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 192 રન બનાવ્યા હતા. મયંક રાવતે 23 બોલમાં 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. વંશ મહેતાએ 35 રન, જ્યારે અર્પિત રાણા અને સૂર્યાંશ રૈનાએ 33-33 રન બનાવ્યા હતા.

193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂ દિલ્હી ટાઈગર્સની શરૂઆત સારી રહી હતી. 17 ઓવર બાદ ટીમનો સ્કોર 5 વિકેટે 152 રન હતો અને જીત માટે માત્ર 41 રનની જરૂર હતી. પરંતુ ત્યારબાદ ઈસ્ટ દિલ્હીના બોલરોએ મેચનું પાસું પલટી નાખ્યું. ટાઈગર્સની આખી ટીમ અંતિમ ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. એટલે કે છેલ્લી પાંચ વિકેટ માત્ર ચાર રનમાં પડી ગઈ.

મયંક યાદવે આ તબક્કે પોતાની ગતિનો જોરદાર ઉપયોગ કર્યો. તેણે કેસર દલાલ સિંહ, કેપ્ટન હિમ્મત સિંહ અને લક્ષ્ય થરેજાની વિકેટ ઝડપી. ખાસ કરીને ઇનિંગ્સની 19મી ઓવર મયંકે મેડન નાખી હતી. આ જ ઓવરમાં લક્ષ્ય થરેજાની વિકેટ પણ મળી હતી. મેચ દરમિયાન મયંકે અનેક બોલ 145 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફેંક્યા હતા.

આ જીત ઈસ્ટ દિલ્હી રાઇડર્સ માટે સાત મેચમાં પ્રથમ જીત રહી. અગાઉ ટીમને પાંચ મેચમાં હાર મળી હતી, જ્યારે એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. મયંક યાદવનું આ પ્રદર્શન ટીમ માટે આત્મવિશ્વાસ વધારનારું સાબિત થઈ શકે છે.

Exit mobile version