OTHER LEAGUES

493 રન સાથે ઓરેન્જ કેપ પર કબજો

દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ ભલે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ ટીમના કેપ્ટન અને ઓપનિંગ બેટર સાર્થીક રંજનએ પોતાની આક્રમક બેટિંગથી સમગ્ર ટૂર્નામેન્ટમાં ખાસ છાપ છોડી છે. સાર્થકે 9 ઇનિંગ્સમાં કુલ 493 રન બનાવીને DPL 2026ની ઓરેન્જ કેપ પોતાના નામે કરી છે.

જમણા હાથના બેટરે સમગ્ર સિઝનમાં શાનદાર સાતત્ય જાળવી રાખ્યું હતું. તેણે 9 ઇનિંગ્સમાં 54.78ની સરેરાશ અને 167.69ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. આ દરમિયાન સાર્થકે 44 ચોગ્ગા અને 33 છગ્ગા ફટકાર્યા હતા. તેની સર્વોચ્ચ ઇનિંગ્સ 95 રનની રહી હતી. તેના પ્રદર્શનની ખાસ વાત એ રહી કે તેણે સતત આક્રમક અંદાજમાં બેટિંગ કરી અને ટીમને ઝડપી શરૂઆત અપાવી.

ઓરેન્જ કેપની રેસમાં સાર્થક રંજનની પાછળ સેન્ટ્રલ દિલ્હી કિંગ્સનો યશ ધુલ રહ્યો. યશ ધુલે 9 ઇનિંગ્સમાં 410 રન બનાવ્યા હતા. જોકે, દુલ્હની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે સાર્થકની નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સની સફર લીગ તબક્કા બાદ જ સમાપ્ત થઈ ગઈ હતી.

સાર્થક રંજન રાજકીય પરિવાર સાથે પણ જોડાયેલા છે. તેઓ પૂર્ણિયા લોકસભા બેઠકના સાંસદ પપ્પુ યાદવના પુત્ર છે. ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનના કારણે હવે તેની નજર વધુ મોટી તક પર રહેશે. તેઓ IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે પણ જોડાયેલા છે.

DPL 2026ની ફાઇનલમાં હવે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ અને સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. ફાઇનલ 30 ઓગસ્ટે રમાવાની છે, પરંતુ તે પહેલાં જ સાર્થક રંજન પોતાની બેટિંગના કારણે ટૂર્નામેન્ટના સૌથી ચર્ચિત ખેલાડીઓમાં સ્થાન મેળવી ચૂક્યા છે.

Exit mobile version