દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં ફરી એકવાર દિગ્વેશ રાઠીનું અનોખું ‘નોટબુક સેલિબ્રેશન’ ચર્ચામાં આવ્યું છે. પુરાની દિલ્હી 6 તરફથી રમતા રાઠીએ 16 ઓગસ્ટે રમાયેલી મેચમાં ઓટર દિલ્હી વોરિયર્સના ઓપનર પ્રિયાંશ આર્યાને આઉટ કર્યા બાદ પોતાનું જૂનું સેલિબ્રેશન ફરી બતાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મેચ દરમિયાન દિગ્વેશ રાઠીએ પ્રિયાંશ આર્યાને શોર્ટ-ઓફ-લેન્થ બોલ ફેંક્યો હતો. આર્યાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બરાબર બેટ પર આવ્યો નહીં અને લોંગ-ઓન પર કેચ થઈ ગયો. આર્યાએ 21 બોલમાં 30 રન બનાવ્યા હતા. વિકેટ મળ્યા બાદ રાઠી તરત જ આર્યાની નજીક ગયો અને પોતાની આંગળીથી જાણે નોટબુકમાં કંઈક લખતો હોય તેવું સેલિબ્રેશન કર્યું.
આ સેલિબ્રેશન રાઠી માટે નવું નથી. IPL 2025માં પણ પ્રિયાંશ આર્યાની વિકેટ લીધા બાદ તેણે આ જ અંદાજમાં ઉજવણી કરી હતી. ત્યારબાદ આ સેલિબ્રેશનને લઈને વિવાદ થયો હતો અને રાઠી પર દંડ પણ થયો હતો. અગાઉ આ પ્રકારની ઉજવણીને કારણે તેને એક મેચના સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો હતો.
રાઠીએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે પ્રિયાંશ આર્યા અને તેની વચ્ચે સારી મિત્રતા છે અને બંને વચ્ચે એક પ્રકારની મજાકીય શરત પણ થઈ હતી. જોકે, મેદાન પર આ સેલિબ્રેશન ઘણીવાર આક્રમક લાગતું હોવાથી તેની ચર્ચા થતી રહી છે.
મેચની વાત કરીએ તો ઓટર દિલ્હી વોરિયર્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 219 રન બનાવ્યા હતા. યજસ શર્માએ માત્ર 36 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં પુરાની દિલ્હી 6ની ટીમ 198 રન સુધી પહોંચી શકી હતી. રાઠીએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતાં ચાર ઓવરમાં 25 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
હવે ફરી એકવાર નોટબુક સેલિબ્રેશનને કારણે રાઠી ચર્ચામાં છે અને જોવાનું રહેશે કે આ વખતે તેના આ અંદાજ પર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં.
Watch: Digvesh Rathi reignites rivalry with Priyansh Arya, brings out ‘notebook’ celebration again which got him suspended in IPL 2025#DPL2026 https://t.co/7SLmjM7ofz
— Sports Tak (@sports_tak) August 17, 2026

